ગાંધીનગરમાં નવા ફેરફાર: પંકજ જોશી CMના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા

GUJARAT

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહત્વની બેઠક ચાલી રહી છે. નવા મંત્રીમંડળને લઈને આજે ગાંધીનગરમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેના પહેલાં જ ગાંધીનગરમાં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. આજે CM ભુપેન્દ્ર પટેલે મુખ્ય સચિવની સાથે બંધબારણે બેઠક કરી છે. ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. જેમાં પંકજ જોશીને CMના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે, જ્યારે IAS અવંતિકાસિંઘને CMO સચિવ બન્યાં છે. અશ્વિનીકુમારના સ્થાને અવંતિકાસિંઘને મુકાયાં છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં નવા મંત્રીમંડળની શપથવિધિ પહેલા મોટો બદલાવ દેખાયો છે, જેમાં અવંતિકા સિંઘ CMO સચિવ બનાવાયા છે. ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે IAS લોબીમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે એમડી મોડિયા અને NN દવેની નિમણૂંક કરાઈ છે.

અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરમાં મંત્રીમંડળની શપથવિધિમાં જે મંત્રીઓ રિપીટ થવાના નથી તેમની ઓફિસો ખાલી થવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી બાજુ ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *