એક કહેવત છે કે નાંણા વગરનો નાથીયો નાણે નાથાલાલ, મતલબ કે જો તમારી પાસે ધન દૌલત કે સંપત્તિ હશે તો તમે તમામ પ્રકારના ભૌતિક સુખો મેળવી શકશો. પૈસાદાર બનવું કોને ના ગમે? રૂપિયા કમાવવા માટે લોકો દિવસ-રાત તનતોડ મહેનત કરતા હોય છે. એક સરખી મહેનત હોવા છતાં કેટલાંક લોકો વધારે કમાણી કરે છે જ્યારે કેટલાંકનું તો ઘર માંડ-માંડ ચાલે છે.
નાણાંના મેનેજમેન્ટનો અભાવ ઉપરાંત ધન સાથે જોડાયેલી અમુક બાબતોનું ધ્યાન ન રાખો તો પણ આર્થિક તંગી ઊભી થાય છે. ધન મૂકવાની બાબતો અંગે ધ્યાન રાખશો તો પરેશાની નહીં વેઠવી પડે.
પર્સમાં કે તિજોરીમાં ક્યારેય રૂપિયા સાથે એવા કાગળ કે ડાયરી ન રાખવા જેમાં ઉધારની રકમ કે હિસાબ લખ્યો હોય. આવી ડાયરી અને કાગળને અલગ સ્થાને રાખવા.તીજોરીને ક્યારેય દક્ષિણ દીશામાં ન રાખો. તીજોરી પર ક્યારેય વજન ન મુકો. ચામડાની વસ્તુઓ તિજોરીથી દૂર રાખો.
વ્યવસાય કરતા લોકોએ રાત્રે ઘરે આવ્યા પછી ક્યારેય પેમેન્ટ મળ્યુ હોય તો તેને ઘરમાં ટેબલ પર ન રાખવુ જોઇએ. આ સિવાય ઉંઘતી વખતે રૂપિયા ઓશિકા નીચે કે માથા નીચે ના રાખવા. કબાટે કે રેન્કમાં રૂપિયા સાથે કેટલાક લોકો ખાવા-પીવાની વસ્તુ રાખતા હોય છે જેમકે ડ્રાયફ્રૂટ, ચોકલેટ વગેરે. એવું ક્યારેય ના કરવુ. ધન અને ભોજન સાથે ના રાખવા.
ઘણા લોકોને આદત હોય છે તેઓ પર્સની અંદર જ પાન-મસાલો રાખે છે. આમ ના કરવુ જોઇએ. પાન-મસાલાને અધ્યાત્મિક દ્રષ્ટિએ નીમ્ન વસ્તુ ગણવામાં આવતી હોવાથી આવુ કરવાથી તમારી આર્થિક ઉન્નતિમાં અવરોધ આવી શકે છે.
નોટોને થૂંક લગાવીને ગણવા ના જોઇએ. આવુ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સાથે જ આર્થિક તંગી પણ લાવે છે. નોટોમાં મા લક્ષ્મીનો વાસ ગણવામાં આવે છે. ત્યારે થૂંક લગાવીને તેમનું અપમાન ના કરો. લક્ષ્મીજીનો આદર કરો. તમારા હાથમાંથી પૈસા સરી પડે તો તેને ઉઠાવી માથા પર લગાવી દો. ગરીબને ભોજન ખવડાવો.