ગજબ: લગ્નના ૧૭ દિવસ બાદ પત્ની કરવા લાગી પ્રેમી સાથે રહેવાની જિદ્દ, પછી થયું એવું કે પ્રેમીના ઘરે જઈને પતિએ..

GUJARAT

લગ્નના થોડાક જ દિવસો પછી કન્યાએ તેના સાસરે રહેવાની ના પાડી. જ્યારે તેને કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે અને તે આ લગ્નથી ખુશ નથી. તાજેતરમાં જ લગ્ન થયેલી વહુના મોઢે આવું સાંભળતા સાસરાવાળા અને તેના પતિના હોશ ઊડી ગયા. તે લોકોએ તેને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કંઈ પણ સાંભળવા તૈયાર નહોતી. ત્યાર બાદ પતિએ કઈંક એવું કર્યું કે લોકો જોતાં રહી ગયા.

મળતી માહિતી અનુસાર, રાંચીના હરમૂ રોડ પર આવેલા નવા આનંદ નગરની રહેવાસી યુવતી એક યુવકના પ્રેમમાં હતી. જ્યારે પરિવારના સભ્યોને આ વાતની જાણ થઈ ત્યારે તે લોકોએ યુવતીના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી દીધા અને 3 જુલાઈના રોજ પરિવારના સભ્યોએ ધામધૂમથી તેના લગ્ન કર્યા હતાં

યુવતીના પરિવારે તેની સંમતિ વિના આ સંબંધ નક્કી કર્યો હતો તેથી તે આ લગ્નથી ખુશ નહોતી. ઘરના સભ્યોને લાગ્યું કે, લગ્ન કર્યા પછી તે પોતાની જીદ છોડી દેશે અને ખુશીથી તેના પતિ સાથે રહેશે. પરંતુ સાસરે ગયા પછી પણ યુવતી મોબાઇલ ફોન દ્વારા તેના પ્રેમી સાથે સતત સંપર્કમાં રહેતી હતી. જો કે એક દિવસ સસરાવાળાઓને પણ તેના પ્રેમસંબંધ વિશે ખબર પડી ગઈ.

લગ્નના થોડા દિવસો પછી યુવતી તેના માતાના ઘરે આવી અને સાસરે જવાની ના પાડી. જ્યારે યુવતીને તેના પતિ લેવા માટે આવ્યા તો તેણે તેના પ્રેમી સાથે રહેવાનું કહ્યું. પરંતુ પરિવારના દબાણ હેઠળ તે પોતાના સાસરે જવા માટે સંમત થઈ ગઈ હતી અને 19 જુલાઈએ તે સાસરે જતી રહી હતી. સાસરે ગયા પછી યુવતી તેના પ્રેમી સાથે રહેવા માટે જીદ કરવા લાગી. તેને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ તે માનતી નહોતી.

લાખ પ્રયત્નો કર્યા પછી પણ તે માનવા તૈયાર નહોતી. ત્યારે પતિએ કઈંક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ કરી નહિ હોય. પતિએ તેને પ્રેમીના ઘરે મુકવા જવાનો નિર્ણય કર્યો. આ સાથે એક કરાર પણ કરવામાં આવ્યો હતો. તેના પર તેણીએ સહી કરી હતી અને બાદમાં તેને તેના પ્રેમીના ઘરે મૂકી આવ્યા હતા.

યુવતી પણ ખુશીથી તેના પ્રેમી સાથે રહેવા ગઈ અને પ્રેમીએ પણ તેને સ્વીકારી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે લગભગ દોઢ વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. તે બંને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ યુવતીના પરિવારના સભ્યોએ ના પાડી દીધી અને દીકરીના લગ્ન બીજે કરવાનું નક્કી કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.