શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઇ નવી માહિતી સામે આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને કુંદ્રા સતત એ વાતની ના પાડી રહ્યો છે કે બ્રિટનમાં રજીસ્ટર્ડ કેનરિન કંપનીની સાથે તેમને કોઇ લેવડ-દેવડ નથી. કુંદ્રાનો દાવો છે કે કેનરિન કંપનીના ડાયરેકટર તેમના સંબંધી પ્રદીપ બખ્શી છે. પરંતુ કુંદ્રાની ધરપકડ બાદ જ્યારે મુંબઇ બ્રાન્ચે તેમના વોટસએપ ચેટનું વિશલેષ્ણ કર્યું તો કોઇની સાથે ડીલ કરતાં સમયે રાજ કુંદ્રાએ માન્યું કે કેનરિન કંપનીમાં તેઓ પાર્ટનર છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સૂત્રોએ શનિવારના રોજ આ માહિતી આપી.
‘કેનરિન કંપનીમાંથી અપલોડ થતા હતા પોર્ન વીડિયો’
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના આરોપોના મતે કેનરિન એ કંપની છે જ્યાંથી પો–ર્ન વીડિયો અપલોડ કરવામાં આવતા હતા. આ વીડિયો મુંબઇ સ્થિત રાજ કુંદ્રાની વિયાન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી લંડન મોકલાતા હતા. વિયાન ઇન્ડસ્ટ્રીઝની એક ડાયરેકટર શિલ્પા શેટ્ટી પણ હતી, જેને ગયા વર્ષે આ કંપનીના ડાયરેકટર પદ પરથી રાજીનામું આપ્યું હતું. શુક્રવારના રોજ જ્યારે ક્રાઇમ બ્રાન્ચે કુંદ્રાની હાજરીમાં શિલ્પા સાથે તેના જૂહુ સ્થિત ઘરે છ કલાકથી વધુ પૂછપરછ કરી તો એ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે તેમણે વિયાન કંપનીના ડાયરેકટર પદ પરથી રાજીનામું કેમ આપી દીધું. શિલ્પાના બેન્ક એકાઉન્ટસની પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યું છે.
ગહનાની ધરપકડથી ખૂલ્તો આવ્યો આખો કેસ
આપને જણાવી દઇએ કે રાજ કુંદ્રાનું નામ તેમની જ કંપનીના મેનેજીંગ ડાયરેકટર ઉમેશ કામતે લીધું હતું, જેમની ફેબ્રુઆરીમાં ધરપકડ કરાઇ હતી. ઉમેશની ધરપકડ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે અભિનેત્રી ગહના વશિષ્ટની ધરપકડ કરી હતી. જ્યાંથી આ કેસના પત્તા ખૂલતા ગયા.
‘ગહનાને છોડાવા માટે આઠ લાખ રૂપિયા જોઇએ’
રાજ કુંદ્રા કેસમાં ગહના વશિષ્ઠ અગત્યની કડી છે. તેની ધરપકડથી પરેશાન આ કેસમાં વોન્ટેડ આરોપી યશ ઠાકુરે ઉમેશ કામતને કેટલાંય વોટસએપ ચેટ કર્યા હતા. જેનો સાર એ હતો કે કોઇપણ રીતે ગહનાને પોલીસ કસ્ટડીમાંથી બહાર નીકાળો નહીં તો તે બધાની પોલ ખોલી દેશે. આ ચેટ હવે લીક થઇ છે.
‘વિચારું છું કે એક મહિના શિમલા જતો રહું’
7 ફેબ્રુઆરી 2021ના રોજ એક ચેટમાં યશ ઠાકુર ઉમેશને કહે છે કે ગહનાની ધરપકડ થઇ ગઇ છે, મને તેને છોડાવા માટે આઠ લાખ રૂપિયા જોઇએ છે. ઉમેશ તેના પર જવાબ આપતા લખે છે કે બેન્કમાંથી નીકાળીશું કંઇ રીતે? અત્યારે તેનો મોબાઇલ બંધ આવી રહ્યો છે. તમે ખુદ જ બતાવો શું કરીએ? આ ચેટમાં યશ ઠાકુર ઉમેશ કામતને ગહનાની ધરપકડથી જોડાયેલ કેટલીય ન્યૂઝ લિંક મોકલે છે. જવાબમાં ઉમેશ કહે છે કે હું વિચારું છું કે એક મહિના માટે શિમલા જતો રહું. ત્યાં જઇને શુટ (શુટિંગ) પણ કરી લઇશ. જવાબમાં યશ ઠાકુર કહે છે કે આ બેસ્ટ છે. તુ સેફ રહીશ, તો મારા મગજમાં શાંતિ રહેશે.
શિમલા જતા પહેલાં જ ઉમેશ કામતની ધરપકડ
પરંતુ શિમલા જવાનો પ્લાન બનાવતા પહેલાં જ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ઉમેશ કામતની ફેબ્રુઆરીમાં જ ધરપકડ કરીહતી. ધરપકડ બાદ ઉમેશના જપ્ત કરાયેલા મોબાઇલ ફોનમાંથી રાજ કુંદ્રાની વિરૂદ્ધ ભરપૂર પુરાવા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા હતા. એ જણાવું જરૂરી છે કે ઉમેશ કામતની સાથે જે યશ ઠાકુરની આ ચેટસ બહાર આવી છે એ યશ ઠાકુરે એન્ટી કરપ્શન બ્યુરોને ચાર મેલ કર્યા હતા. તેમાં આરોપ હતો કે રાજ કુંદ્રાએ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ અધિકારીને 25 લાખની લાંચ આપી હતી. આથી ફેબ્રુઆરીમાં નામ આવવા છતાંય તેની ધરપકડ થઇ શકી નહોતી. જો કે મુંબઇ પોલીસે આ આરોપોનું ખંડન કર્યું છે.