આપણા રસોડામાં જે મસાલાનો ડબ્બો છે તે એક ઔષધાલય છે. તેમાં રહેતા દરેક મસાલો આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કદાચ આવી વાત આપણાંમાંથી દરેકને ખબર નહીં હોય પરંતુ તે ઘણાં ફાયદાકારક છે. મસાલામાંથી એક મસાલો છે જીરું. જીરામાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, જીંક તથા ફોસ્ફરસ મળે છે. ઘણાં રોગમાં આનો ઘરગથ્થુ ઉપયોગ આપણે વર્ષોથી કરતાં આવ્યાં છે. આની સૌથી મોટી ખાસિયત છે કે તે વજન જલ્દી ઉતારી શકે છે. એક અભ્યાસમાં સંશોધન દરમ્યાન જાણમાં આવ્યું છે કે જીરું જામેલી ચરબી ઓછી કરે છે જે દ્વારા વજન ઓછું કરવામાં મદદ મળે છે.
એક મોટી ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખવું. સવારે તેને ઉકાળીને ચાની જેમ ગરમ ગરમ પીવું. બચેલા જીરાને પણ ચાવીને ખાઈ લેવું. આના નિયમિત સેવનથી શરીરમાં કોઈપણ ભાગમાં જામેલી ચરબી ઓગળી જશે. આ પ્રયોગમાં એક વાતનું ધ્યાન રાખવું કે આના સેવન પછી એક કલાક સુધી કાંઈપણ ન ખાવું.
હિંગ, સંચળ તથા જીરાને સમાન માત્રામાં લઈને તેનું ચૂરણ બનાવવું. આ ચૂરણને 1-3ગ્રામની માત્રામાં દિવસમાં બે વાર દહીં સાથે લેવાથી પણ ફાયદો થાય છે. આ પ્રયોગથી શરીરની ચરબી ઓછી થશે એની સાથે સાથે લોહી પરિભ્રમણ પણ વધશે. તથા કોલેસ્ટેરોલ પણ ધટશે. આ દવા લીધા પછી રાતે બીજું કાંઈપણ નહિં ખાવું. આ પ્રયોગ કરતાં હોવ તેટલા દિવસ તંમાકુ, ગુટખા તથા માંસાહારનો ત્યાગ કરવો તો જ આ પ્રયાગ સફળ નીવડશે.