ફર્સ્ટ ડેટ પર શારીરિક સંબંધ બાંધવો યોગ્ય છે કે નહીં?

GUJARAT

તમે ખાસ કરીને કેટલાક લોકોને આ કહેતા સાંભળ્યા હશે કે પછી આ અંગે વાંચ્યું હશે કે ફર્સ્ટ ડેટ પર સેક્સ કરવું યોગ્ય છે કારણકે આવું કરવાથી તમે ડેટ કરનાર વ્યક્તિની સાથે સીરિયસ રિલેશનશિપ ડેવલપ કરવાનો ચાન્સ ખોઇ બેસો છો. પરંતુ હાલમાં થયેલી એક નવા અભ્યાસમાં જણાવ્યું છે કે જો તમે ફર્સ્ટ ડેટ પર કે પછી શરૂઆત સ્ટેજમાં સામે વાળી વ્યક્તિથી ઇન્ટિમેટ થઇ જાવ થો તો તમારા ફ્યૂચર પાર્ટનરને શોધવા અને અને નવા સંબંધની શરૂઆત કરવામાં મદદ મળે છે.

ઇઝરાયેલ બેસ્ડ ઇન્ટરડિસ્પ્લિનરી સેન્ટર હર્જ્લિયા અને યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર્સ ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિકલ એન્ડ સોશિયલ સાયન્સ ઇન સાઇકોલોજી સ્થિત મનોવૈજ્ઞાનિકોની એક ટીમે આ અભ્યાસ કર્યો જેના પરિણામ જણાવતા કહ્યુંલ કે સંભવિત પાર્ટનર તરફ આકર્ષિત થવામાં તમારી યૌન ઇચ્છાઓ એટલે સેક્શુઅલ ડિઝાયર પણ મહત્વ રોલ નીભાવે છે. સાથે જ યૌન ઇચ્છાઓ બે લોકોની વચ્ચે અટેચમેન્ટને પ્રોત્સાહિત કરવાનું કામ પણ કરે છે.

IDC હર્જ્લિયાના એસોસિએટ પ્રોફેસર અને સોશિયલ સાઇકોલોજિસ્ટ જે આ અભ્યાસના લીડ ઓથર પણ હતા, ગુરિત બિર્નબૉમ કહે છે. હે અજાણ લોકોની વચ્ચે ઇમોશનલ કનેક્શનને અને ઉંડો બનાવવામાં સેક્સ એક મહત્વનો રોલ નીભાવે છે અને આ વાત મહિલાઓ અને પુરૂષો બન્ને માટે પૂર્ણ રીતે યોગ્ય છે. આ અભ્યાસમાં જાણવા મળ્યુ કે જ્યારે મહિલાઓ કે પુરૂષ સેક્શુઅલી ઉત્તેજિત હોય છે. તો તે પાર્ટનર સાથે ઇમોશનલ લેવલ પર પણ કનેક્ટ થવાની કોશિશ કરે છે.

મહિલાઓ અને પુરૂષોને અલગ-અલગ ગ્રુપ્સમાં રાખાવમાં આવ્યા હતા. જ્યાં એક બીજા પ્રત્યે તેમના વ્યવહારની તપાસ કરવામાં આવી જે બાદ વૈજ્ઞાનિકે મેળવ્યું કે યૌન ઇચ્છાઓ બે લોકો વચ્ચે ઇમોશનલ બોન્ડિંગને પણ વિક્સિત કરવાનું કામ કરે છે. અનુંસધાનકર્તાઓની માનીએ તો તે બાળકોના સર્વાઇવલ ચાન્સ વધી જાય છે. જેમના માતા-પિતા વચ્ચે બોન્ડિંગ હોય છે. આ પહેલા થયેલી કેટલીક રિસર્ચમાં આ વાત સામે આવી ચૂકી છે કે કોઇ વ્યક્તિ રોમેન્ટિંક લવનો અનુભવ કરે કે પછી સેક્શુઅલ ડિઝાયરનો.. આ બન્ને પરિસ્થિતિમાં બ્રેનનો એક ભાગ જ એક્ટિવેટ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *