ફટાકડા ફોડવાથી દાઝી જાઓ તો કરો આ રીતે પ્રાથમિક સારવાર

GUJARAT

દિવાળીનો તહેવાર ઘણી બધી ખુશીઓ, આનંદ, ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ ઘણી વખત આ તહેવારના રંગમાં ભંગ ત્યારે પડે છે જયારે ફટાકડા ફોડતી વખતે ઘરની કોઈ વ્યક્તિ દાઝી જાય. એવામાં ઘણા લોકોને નથી સમજાતું કે પહેલા શું કરવું? લોકો ગભરાઈ જાય છે અને પીડિતની હાલત ખરાબ થઈ જાય છે. એટલા માટે તમારા માટે એ જાણવું જરૂરી છે કે જો કોઈ ફટાકડાથી દાઝી જાય તો પ્રાથમિક સારવાર શું કરવી.


દાઝેલા ભાગ પર લગાવો તુલસીનો રસ

ફટાકડાને લીધે દાઝી જાઓ તો તુલસીના પાન તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. દાઝ્યા પછી તરત જ દાઝી ગયેલી જગ્યા પર તુલસીના પાનને પીસીને પાંદડાની પેસ્ટ અથવા રસ લગાવો. તેનાથી તમારી બળતરા ઓછી થશે. તે પછી તમે ડૉક્ટર પાસે જઈ શકો છો. દાઝી ગયેલી જગ્યા પર તુલસીના પાનનો રસ લગાવવાથી દાઝેલાના કોઈ નિશાન નથી થતા.

ઠંડા પાણીમાં હાથ બોળવા

જો તમે ફટાકડા ફોડતી વખતે દાઝી જાઓ, તો સૌથી પહેલા શરીરના દાઝેલા ભાગ પર ઠંડુ પાણી રેડો. જો તમારા હાથ-પગ દાઝી ગયા હોય તો દાઝેલા ભાગને થોડા સમય માટે ઠંડા પાણીમાં ડુબાડીને રાખો. તે પછી ડૉક્ટર પાસે જાઓ.


બટેટા અને ગાજરનો રસ ફાયદાકારક

શરીરના દાઝી ગયેલા ભાગ પર બટેટા અને ગાજરનો રસ લગાવવો પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તમે દાઝી ગયેલી જગ્યા પર ગાજર અને બટાકાની પેસ્ટ પણ લગાવી શકો છો. આનાથી બળતરા ઓછી થશે અને ડાઘ નહીં પડે.

નાળિયેર તેલ અસરકારક

નાળિયેર તેલ પણ બળતરા ઘટાડવા માટે ખૂબ અસરકારક છે. જો તમે ફટાકડા ફોડતી વખતે દાઝી જાઓ છો, તો તરત જ દાઝેલી જગ્યા પર નાળિયેર તેલ લગાવો. નાળિયેરનું તેલ તમારી બળતરા ઓછી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *