ફરહાન અખ્તર તેની ગર્લફ્રેન્ડ સાથે માર્ચ 2022માં કરશે લગ્ન!

GUJARAT

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. શ્રદ્ધા કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ શિબાની દાંડેકરે ફરહાન અખ્તરના જીવનમાં એન્ટ્રી કરી હતી. તેમના લગ્નની ખબર ઘણા સમયથી આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ લગ્ન કરવા માંગે છે કારણ કે તેમને એકબીજાની કંપની પસંદ છે.

ફરહાન અખ્તર મુંબઈમાં જ કરશે લગ્ન

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર માર્ચ 2022માં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. બંને મુંબઈમાં જ લગ્નના બંધનમાં બંધાશે. કોવિડને કારણે માત્ર પસંદગીના લોકો જ તેમના લગ્નમાં હાજરી આપશે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ સતત કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, જેના કારણે આ બંનેના લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ થશે તેવું નજીકના સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે લગ્ન માટે 5-સ્ટાર હોટેલ પણ બુક કરી છે. આ બોલિવૂડ સ્ટાર કપલ લગ્ન પ્રસંગે સબ્યસાચીનું ખાસ કલેક્શન પહેરી શકે છે.

બન્નેને ગમે છે એકબીજાની કંપની

શિબાની દાંડેકરે થોડા સમય પહેલા ફરહાન અખ્તર વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘અમે બંને સાથે ઘણા કામ સાથે કરીએ છીએ, જેના કારણે અમે ઘણો સમય સાથે વિતાવીએ છીએ. અમને બંનેને સમાન વસ્તુઓ ગમે છે, તેથી જ અમે કંટાળ્યા વિના લાંબો સમય સાથે વિતાવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.