દુર્લભ કિસ્સો: પ્રેગનેન્સીના 35 વર્ષે 7 મહિનાના બાળકની ખબર પડી

GUJARAT

માતા બનવું એ કોઈ પણ મહિલા માટે એક અલગ જ અનુભવ હોય છે. માતાને દરેક ક્ષણે તેનો અહેસાસ થાય છે. જો કે અલ્ઝીરિયામાં એક મહિલાને પોતાની અડધી જિંદગી સુધી ખબર જ ના પડી કે તેના પેટમાં એક બાળક છે. તેમને આ વાતની 35 વર્ષ પછી ખબર પડી.

જી હા બન્યું એવું અલ્ઝીરિયામાં રહેતા મહિલાને એક વખત પેટમાં ભયંકર દુ:ખાવો ઉપડ્યો હતો. દુ:ખાવો એટલો પીડાદાયક હતો કે તેઓ ડૉકટર પાસે પહોંચી ગયા. ડૉકટરે પેટમાં દુ:ખાવો કયા કારણોસર થઇ રહ્યો છે તે જાણવાની કોશિશ કરી તો તેઓ દંગ રહી ગયા. 73 વર્ષના મહિલાના પેટમાં કેટલાંય દાયકાથી 7 મહિનાનું ભ્રૂણ હતું. અકલ્પનીય વાત તો એ છે કે મહિલાને ખુદ આ વાતનો કોઇ અનુભવ કયારેય થયો નહોતો.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જે મહિલાની સાથે આ અજીબોગરીબ ઘટના થઈ છે. તેમને અગાઉ પણ પેટમાં દુ:ખાવો રહેતો હતો. પણ ડોક્ટર્સ તેની પાછળનું કારણ શોધી શક્યા નહોતા.

જો કે, મહિલાને પેટમાં વધારે દુ:ખાવો થવા લાગ્યો તો ડોક્ટરે તેની તપાસ કરી અને જાણ્યું કે મહિલા પેટમાં લગભગ 35 વર્ષથી એક સાત મહિનાનો ભ્રૂણ હતું. આટલા વર્ષમાં આ ભ્રૂણ એક પથ્થર જેવું બની ગયું હતું અને ડોક્ટર્સે તેને બેબી સ્ટોનનું નામ આપ્યું છે. તેનું વજન 4.5 પાઉન્ડ એટલે કે 2 કિલોગ્રામ હતું.

દુનિયા માટે દુર્લભ ઘટના કહી શકાય

આ ઘટનાને ડોક્ટર્સે પણ અત્યંત દુર્લભ ગણાવી હતી. તેણે લિથોપેડિયન નામની કંડીશન ગણાવી હતી. આના વિશે ડોક્ટર્સે કહ્યું કે, આવું ત્યારે થાય છે જ્યારે ભ્રુણનો વિકાસ ગર્ભાશયની જગ્યાએ પેટમાં થાય છે. બાળકનો સતત લોહીની અછતના લીધે વિકાસ થઇ શકયો નથી. કારણ કે પેટથી તેને બહાર કાઢવાનો કોઈ રસ્તો હોતો નથી. ત્યારે આવા સમયે ભ્રૂણ પથ્થરમાં બદલાવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *