હર કોઈની ઇચ્છા હોય છે કે તેને ક્યારેય પણ પૈસાની કમી ના રહે અને માતા લક્ષ્મી હંમેશા તેના પર મહેરબાન રહે. વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) અનુસાર ઉત્તર દિશા ધન દેવતા કુબેર (Lord Of Wealth Kuber) ની દિશા માનવામાં આવે છે. જેથી આ દિશાને સ્વચ્છ રાખવી જોઈએ. આ સિવાય કેટલીક વાસ્તુ ટીપ્સ અપનાવવાથી લાભ થાય છે.
વાસ્તુ ટીપ્સ: તમારા ઘરમાં પણ સુખ-શાંતિ, સમૃદ્ધિની સાથે ધન-સંપત્તિ અને ખુશાલી આવશે. તે માટે વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જેથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. એના માટે તમારે વાસ્તુના નિયમોનું પાલન કરવું પડશે.
આ કામ ન કરો
કદી પણ પૂજા ઘરની અંદર સંપત્તિ સાચવશો નહીં. આવુ કરવાથી તમારુ મન ભગવાન કરતાં પૈસામાં વધુ રહેશે. ભગવાન તમારાથી નારાજ થશે.
મુખ્ય દ્વાર આવુ ન રાખો
ઘરનું મુખ્ય દ્વાર સારી સ્થિતિમાં હોવું જોઈએ. તે ખરાબ અને અડધુ ખુલુ ન રહેવુ જોઈએ. તેનાથી નેગેટિવ ઉર્જા આવે છે અને ધનહાનિ થાય છે.
ફૂલો આ રીતે ન રાખો
વાસ્તુ શાસ્ત્રો અનુસાર ઘરના આંતરિક ભાગમાં પ્લાસ્ટિકના ફૂલો અથવા તેના જેવા છોડ ન રાખવા જોઈએ. તેનાથી દરિદ્રતા આવે છે. સાથે તે જ ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
રાતે વાસી વાસણ ન રાખો
તદુપરાંત તમારા ઘરના રસોઇઘરમાં રાતના ખરાબ વાસણો ન રાખો. એટલે કે રાતના વાસણો રાતે જ સાફ કરો. નહીં તો ધંધામાં નુકસાની થઈ શકે છે.
બેડરૂમમાં આ વસ્તુ ન રાખો
બેડરૂમમાં આ વાતોનુ ધ્યાન રાખો કે અહીં પાણી ન રાખો. વ્યક્તિની મુશ્કેલીમાં વધારો થાય છે અને દેવુ વધી જાય છે. આ ઉપરાંત તે મુશ્કેલીમાં ફસાયેલો રહે છે.
આ રીતે ધન વધશે
તે રૂમમાં તિજોરી રાખો તે ઘરમાં ક્રિમ કલર કરાવો. તેનાથી નકારાત્મક ઉર્જા રૂમમાંથી દૂર થાય છે. આ ઉપરાંત દક્ષિણ બાજુની દિવાલે તિજોરી રાખવાથી ધન લાભ થાય છે.