દુનિયાનો સૌથી મોંઘો શેર: આ કંપનીના 1 શેરની કિંમત રૂ.3.82 કરોડ!

GUJARAT

અમેરિકન દિગ્ગજ ઉદ્યોગપતિ વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે ઇન્ક.ના એક શેરની કિંમત સોમવારે પહેલીવાર 5 લાખ ડોલર (લગભગ રૂ.3.8 કરોડ)ના સ્તરે પહોંચી ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કંપનીના શેરમાં આ તેજી દર્શાવે છે કે યુક્રેનની કટોકટી અને વધતા જતા ફુગાવા વચ્ચે રોકાણકારો બર્કશાયર હેથવેના શેરને ડિફેંસિવ સ્ટોક તરીકે જોઈ રહ્યા છે.

કંપનીની માર્કેટ વેલ્યુ આટલી થઇ ગઇ

ઓમાહા, નેબ્રાસ્કા, યુએસએ સ્થિત કંપનીની માર્કેટ વેલ્યુ 731 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. બજાર મૂલ્ય દ્વારા તે અમેરિકાની છઠ્ઠી સૌથી મોટી કંપની છે. બર્કશાયર હેથવેમાં બફેટનો હિસ્સો 16.2 ટકા છે. ફોર્બ્સ મેગેઝિનના મતે કંપનીના શેરના ઉછાળાએ બફેટને 119.2 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમા સ્થાને ધકેલી દીધા છે.

બર્કશાયર હેથવે વિશે જાણો

બર્કશાયર હેથવે ઇન્ક. હોલ્ડિંગ કંપની છે. તેની ઘણી પેટાકંપનીઓ છે જે વિવિધ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેની પેટાકંપનીઓ વીમા અને રીઇન્શયોરન્સ, યૂટિલિટી અને ઊર્જા, ફ્રેટ રેલ ટ્રાન્સપોર્ટેશન,મેન્યુફેકચરિંગ અને રિટેલિંગ સેકટર્સમાં સક્રિય છે.

ગયા વર્ષે મોટો નફો થયો હતો

બર્કશાયરને ગયા વર્ષે 27.46 અબજ ડોલરનો જંગી નફો થયો હતો. તેમાં Geico કાર વીમો, BNSF રેલરોડ અને બર્કશાયર હેથવે એનર્જી તરફથી મજબૂત કામગીરીનો સમાવેશ થાય છે.

જાણો આ તેજીનું કારણ

Smead Capital Management Inc.ના બિલ સ્મેડે જણાવ્યું હતું કે બર્કશાયર ટેક એ સ્ટોક નથી. બીજી બાજુ કંપની વિશાળ છે. કંપનીનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. આવી સ્થિતિમાં રોકાણકારોને આ વસ્તુથી તાકાત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *