દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી! ‘મોત’ માથે ઉભું છે અને ફોટા પાડે છે કાળુભા! વાયરલ થયો વીડિયો

WORLD

સૌથી ખતરનાક બાબત એ છે કે દીપડો તે ખુલ્લી જીપની ઉપર બેસે છે. દીપડો જીપ પર બેઠા પછી જીપમાં સવાર અમુક લોકોની હાલત ખરાબ થઈ જાય છે. જો કે એક વ્યક્તિ સતત દીપડાનો વીડિયો ઉતારતો જોવા મળ્યો. દીપડો ખૂબ ખતરનાક પ્રાણી છે. આ પ્રાણી પોતાના શિકારને જોઈને એકદમ ઝડપથી હુમલો કરે છે. પોતાના શિકારને આ પ્રાણી ખૂબ જ ટેકનિકથી પકડે છે. આ પ્રણીના હુમલા કરવાની ટેકનિકના કારણે તેને નંબર વન શિકારી માનવામાં આવે છે.

જંગલ સફારીની મજા લેવા ગયા હતા લોકો-
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક જીપમાં બેસીને કેટલાક લોકો જંગલ સફારીની મજા લેવા માટે ગયા હતા. આ દરમિયાન દીપડાને જોઈને જીપમાં બેઠેલા લોકો તેનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. આ દરમિયાન કઈક એવું થાય છે કે, જીપમાં બેઠેલા લોકો ચીસ પાડી ઉઠે છે. ખરેખર દીપડો કુદકો મારીને જીપ પર ચડી જાય છે.

દીપડા સાથે સેલ્ફી લેવા લાગે છે વ્યક્તિ-
સૌથી ખતરનાક વાત એ છે કે દીપડો આ ખુલ્લી જીપ પર બેઠો છે ત્યાર બાદ જીપમાં બેઠેલા અમુક લોકોની હાલત ખરાબ થઈ જાય છે. એક બીજો વ્યક્તિ પોતાના હાથમાં મોબાઈલ લઈને ઉભો થાય છે અને દીપડા સાથે સેલ્ફી લેવા લાગે છે. આ જોઈ જીપમાં બેઠેલા લોકો હેરાન થઈ જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ એક દમ કુલ અંદાજમાં દીપડા સાથે સેલ્ફી લેવા લાગે છે. આ દરમિયાન જીપમાં વીડિયો બનાવનારો વ્યક્તિ જીપમાં બેઠેલા લોકો તરફ કેમેરો ફેરવે છે. જીપમાં બેઠેલા લોકો ને જોઈને લાગે છે કે, તે લોકો એક્સાઈમેન્ટની સાથે હેરાન પણ કે આ વ્યક્તિ દીપડા સાથે સેલ્ફી લઈ રહ્યો છે. આ વીડિયોમાં મજાની વાત એ છે કે જે સમયે વ્યક્તિ દીપડા સાથે સેલ્ફી લઈ રહ્યો હોય છે તે સમયે દીપડો પણ એ વ્યક્તિને ખૂબ આરામથી સેલ્ફી લેવા દે છે.

દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી-
આ સેલ્ફી જોયા બાદ તમારા મોઢામાંથી પણ નીકળી ગયું હશે કે આ છે દુનિયાની ખતરનાક સેલ્ફી. તમને જણાવી દઈએ ક સામાન્ય રીતે દીપડો પોતાના શિકાર પર હુમલો કરવા માટે 56થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. દીપડાની તાકાત એટલી બધી હોય છે કે જંગલના મોટા ભાગના પ્રાણીઓ તેમનાથી ડરે છે.

Leave a Reply

Your email address will not be published.