બ્રિટનની કૉર્ટે રવિવારનાં પોતાના નિર્ણયમાં દુબઈનાં શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મક્તૂમને પોતાની બંને દીકરીઓનાં અપહરણ માટે દોષી ઠેરવ્યા છે. કૉર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે દુબઈ શાસકે પોતાની પૂર્વ પત્નીને ડરાવી-ધમકાવી જેના કારણથી તે પોતાના બંને બાળકો સહિત લંડન ભાગવા મજબૂર થઈ. ઉલ્લેખનીય છે કે 70 વર્ષિય શેખ મોહમ્મદ બિન રાશિદની પૂર્વ પત્ની પ્રિંસેસ હયા એપ્રિલ મહિનામાં પોતાના પતિથી ત્રાસીને તેમનાથી અલગ થઈ ગઈ હતી. તે પોતાના દીકરા જાયેદ (7) અને દીકરી અલ જાલિલા (11)ને લઇને બ્રિટન ભાગી ગઈ હતી.
કૉર્ટથી મોલેસ્ટેશન ઑર્ડર જાહેર કરવાની અપીલ
70 વર્ષિય શેખ મોહમ્મદ બિન રાશિદ યુએઈનાં ઉપ-રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પણ છે. તો પ્રિંસેસ હયા જોર્ડનનાં દિવંગત રાજા હુસૈનની દીકરી છે અને જોર્ડનનાં રાજાની સાવકી બહેન છે. બ્રિટિશ રાજગાદીનાં ઉત્તરાધિકારીઓની પણ તે નજીક છે. પ્રિંસેસનાં ફરાર થયા બાદ દુબઈનાં શાસક પોતાના બંને બાળકોને યૂએઈ પરત લાવવા ઇચ્છી રહ્યા હતા, પરંતુ હયાએ લંડનની કોર્ટમાં બાળકોની કસ્ટડી માટે કેસ દાખલ કરી દીધો અને કૉર્ટથી મોલેસ્ટેશન ઑર્ડર જાહેર કરવાની અપીલ પણ કરી.
સુનાવણી સાર્વજનિક ના થાય તે માટે શેખ મોહમ્મદે અનેક પ્રયત્ન કર્યા
હયાએ લંડન કૉર્ટમાં સુનાવણી માટે જજથી અપહરણ અને પતિ દ્વારા બંને દીકરીઓની નજરબંધી વિશે પણ તપાસ કરવા માટે કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે હયા 2004માં શેખની છઠ્ઠી પત્ની બની હતી. દુબઈ શાસકને પૂર્વ પત્નીઓથી પણ અનેક બાળકો છે. શેખ મોહમ્મદે કૉર્ટની સુનાવણીને સાર્વજનિક થવાથી રોકવા માટે તમામ પ્રયત્નો કર્યા, પરંતુ સુપ્રીમ કૉર્ટે તેમની અરજી ઠુકરાવી દીધી.
શમસાની બહેન લતીફા સાથે પણ કરાયો અત્યાચાર
જજ એન્ડ્ર્યુ મૈકફરલેન અનુસાર શેખ મોહમ્મદે ઑગષ્ટ 2000માં પોતાની 19 વર્ષિય દીકરી શમસાનું અપહરણ કરાવ્યું હતુ. ત્યારબાદ જબરદસ્તીથી દુબઈ આવવા મજબૂર કરી અને તેની આઝાદી છીનવી લીધી. જજ અનુસાર શમસાની બહેન લતીફા સાથે પણ આવુ કરવામાં આવ્યું. માર્ચ 2018માં જ્યારે લતીફાએ દેશ છોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો તો આખી દુનિયાનાં મીડિયામાં તેની ચર્ચા થઈ.