ડ્રગ્સ કેસમાં 2 આરોપીઓને મળી ગયા જામીન

nation

મુંબઈની રેવ પાર્ટી કેસમાં 2 આરોપીઓને સેશન કોર્ટથી જામીન મળ્યા છે. મનીષ રાજગરિયા અને અવિન સાહૂને કોર્ટે રાહત આપી છે. આ કેસમાં 11 નંબરના આરોપી મનીષ રાજગરિયાને 2.4 ગ્રામ ગાંજાની સાથે પકડવામાં આવ્યો હતો. મનીષના વકીલ અજય દુબેએ કહ્યું કે તેને 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. સાથે અવિન સાહૂ પણ સ્પેશ્યલ NDPS કોર્ટથી જામીન મેળવી ચૂક્યા છે.

શાહરૂખ ખાનના દીકરા આર્યનની સુનાવણી ટળી

શાહરૂખના દીકરા આર્યનની સુનાવણી આવતીકાલ પર ટળી છે. આજે પણ કોર્ટે આ બાબતે કોઈ નિર્ણય આપ્યો નથી. હવે આવતીકાલે બપોરે 2.30 વાગે ફરીથી સુનાવણી થશે. કેસમાં આરોપી આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી 20 ઓક્ટોબરે રદ્દ કરાઈ હતી. આર્યન ખાન શરૂઆતથી આર્થર રોડ જેલની હવા ખાઈ રહ્યો છે.

નવાબ મલિકે સીએમ ઠાકરે સાથે કરી મુલાકાત

આ સમયે એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. તેઓએ ગૃહમંત્રી પાટિલ સાથે પણ મુલાકાત કરી. એનસીબી ઓફિસર સમીર વાનખેડે પર મલિક સતત સવાલો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીએ ઠાકરે સાથે મુલાકાત બાદ કહ્યું કે સમીર વાનખેડે પર લાગેલા આરોપની તપાસ માટે SIT બનાવવામાં આવે. હોલિવૂડ બાદ બોલિવૂડ સૌથી મોટી ઈન્ડસ્ટ્રી છે પણ બોલિવૂડની બદનામીથી મોટું નુકસાન થયું છે. તેઓએ કહ્યું કે મુખ્યમંત્રીએ પણ આ વાતની ચિંતા દેખાડી છે.

દિલ્હીથી મુંબઈ જશે ટીમ

સમીર વાનખેડે ક્રૂઝથી ડ્રગ જપ્ત કરવાના કેસમાં તપાસ કરી રહ્યા છે. એવામાં શાહરૂખ ખાનના દીકરા આર્યનને કસ્ટડીમાં લેવાયો છે. આ કેસમાં વાનખેડે પર વસૂલી માટેના અનેક આરોપ લાગ્યા છે. આ માટે વિભાગે તપાસ શરૂ કરી છે. આવતીકાલે સવારે 11 વાગે NCBના 5 સભ્યોની ટીમ મુંબઈ જશે અને તપાસ શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *