ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસોઃ સાદા કાગળ પર સાઈન અને 25 કરોડની ડીલનો દાવો

BOLLYWOOD

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયા હતા. આર્યનની ન્યાયિક કસ્ટડી વધ્યા બાદ તે આર્થર રોડ જેલમાં બંધ છે અને તેમના વકીલ તેમને જામીન અપાવવાની કોશિશ કરી રહ્યા છે. આ સમયે આર્યન ખાન કેસમાં નવો ટ્વિટ આવ્યો છે. તમને યાદ હશે કે આર્યન ખાનની ધરપકડના દિવસે એક અજાણી વ્યક્તિએ તેની સાથે સેલ્ફી લીધી જે વાયરલ થઈ છે. આ વ્યક્તિની ઓળખ કિરણ ગોસાવીના રૂપમાં કરાઈ અને ઓળખ બાદ જે ફરાર થયો. તેણે જ અનેક ખુલાસા કર્યા છે.

કિરણ ગોસાવીના બોડીગાર્ડે કર્યો દાવો

મળતી માહિતિ અનુસાર ફરાર કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકરે કહ્યું કે તેને પંચનામા પેપર જણાવીને તેની પર સાઈન કરાયા હતા. તેની ધરપકડ વિશે કહેવાયું ન હતું. પ્રભાકરે એક પંચનામું તૈયાર કર્યું હતું જેમાં દાવો કરાયો છે કે તે ક્રૂઝ રેડના ડ્રામાનો સાક્ષી છે.

25 કરોડની હતી ડીલ

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર થોડી વાર બાદ એનસીબી ઓફિસથી 500 મીટરની દૂરી પર કિરણ ગોસાવી, સૈમ ડિસૂઝા નામના વ્યક્તિને મળ્યો. થોડી વાર પછી ગોસાવી સફેદ રંગની ઈનોવા કારથી નીકળ્યો અને તેની પાછળ સૈમ ડિસૂઝાની કાર આવી. આ બંને કાર લોઅર પરેલના બ્રિજની પાસે રોકાઈ. જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે ગોસાવી ફોન પર સતત સૈમ ડિસૂઝા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ગોસાવીએ કહ્યું કે તમે 25 કરોડનો બોમ્બ નાંખ્યો છે. હવે તેને 18 કરોડમાં ફાઈનલ કરો. અમે 8 કરોડ સમીર વાનખેડેને પણ આપીશું.

સમીર વાનખેડેથી જીવનું જોખમ

પ્રભાકરે દાવો કર્યો છે કે કિરણ ગોસાવીની પાસે બોડીગાર્ડના રૂપમાં કામ કરતો હતો. એક નોટરીના પંચનામામાં પ્રભાકરે દાવો કર્યો છે કે તે ક્રૂઝ રેડની રાતે ગોસાવીની સાથે હતો. પ્રભાકરે કહ્યું કે તેણે ગોસાવીને સૈમ નામના વ્યક્તિની સાથે એનસીબીની ઓફિસની પાસે મળતો જોયો હતો. પ્રભાકરનું કહેવું છે કે જ્યારથી ગોસાવી રહસ્યમયી રીતે ગાયબ થયો તેને સમીર વાનખેડેથી જીવનું જોખમ છે.

વાનખેડેના સેલે કહ્યું આવું

સમીર વાનખેડેએ પ્રભાકર સેલની વાતનો જવાબ આપવાની વાત કહી છે. તેઓએ કહ્યું કે અમે સેલના દાવાને કડક શબ્દોમાં જવાબ આપીશું. તેઓએ કહ્યું કે આ દુઃખદ અને ખેદરૂપ છે.

પ્રભાકરના ફોનમાં છે ફોટો અને વીડિયો

પ્રભાકરે રેડ સમયે કેટલાક વીડિયો બનાવ્યા હતા અને કેટલાક ફોટો પણ લીધા હતા. તેમાંથી એક વીડિયોમાં ગોસાવીને ફોન પકડેલા જોઈ શકાય છે. તેનો ફોન સ્પીકર પર છે અને તે આર્યનની વાત કોઈની સાથે કરાવી રહ્યા છે. એક નિવેદનમાં પ્રભાકરે કહ્યું કે જ્યારે હું ઉપર ગયો તો સમીર વાનખેડેના કહેવાથી એનસીબીના એક અધિકારી સાલેકરે 10 બ્લેન્ક પેપર્સ પર મારા સાઈન લીધા અને મારા આધારકાર્ડની ડિટેલ્સ પણ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *