રાજસ્થાનના કોટામાં IITની તૈયારી કરી રહેલા 17 વર્ષના કોચિંગ સ્ટૂડન્ટે ગળાફાંસો લગાવીને સુસાઈડ કરી લીધી છે. તેને સુસાઈડ નોટમાં લખ્યું- ‘સોરી મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. મારો પ્રેમ ખોટો ન હતો, પણ એક યુવક સાથે થયો હતો.’ મામલો કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
પોલીસે જણાવ્યું કે MPના છિંદવાડામાં રહેતા પ્રથમ જૈન (17) છેલ્લાં 2 મહિનાથી કોટામાં રહીને IITની તૈયારી કરી રહ્યો હતો. સ્ટૂડન્ટ મહાવીર નગર ફર્સ્ટ વિસ્તારમાં ફોર ટૂ હોસ્ટેલમાં રહેતો હતો. તેના પિતા ડોકટર છે.
શુક્રવાર સવારે તે કોચિંગ ગયો ન હતો. સવારે 10 વાગ્યે મિત્રો સાથે વાતચીત કરી અને તેમની સાથે ખાવાનું ખાધું. પછી મિત્રો જતા રહ્યાં, પ્રથમ પોતાના રૂમમાં જતો રહ્યો. બપોરે 2 વાગ્યે મિત્રોએ જ્યારે દરવાજો ખખડાવ્યો તો તેને ન ખોલ્યો. મિત્રોને લાગ્યું કે તે સૂઈ ગયો હશે.
સાંજે મિત્રોએ ફરી દરવાજો ખખડાવ્યો, પરંતુ તેને ન ખોલ્યો. પછી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે રૂમનો દરવાજો તોડ્યો તો સ્ટૂડન્ટ ફાંસીના ફંદા પર લટકેલી હાલતમાં મળ્યો. પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી.
સુસાઈડ નોટમાં લખ્યું- સોરી, મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. તમારો પુત્ર ઘણું લડ્યો, પરંતુ હારી ગયો. આટલા બધાં પૈસા મારી પાછળ બરબાદ કરવા માટે સોરી. હવે ખાલી ચૂચૂના અભ્યાસનો ખર્ચો થશે. મારો પ્રેમ ખોટો ન હતો, યુવક સાથે થયો હતો, પરંતુ એકદમ સાચો હતો. ભવ્યને ઘણો જ પ્રેમ કરું છું.
જવાહરનગર પોલીસ સ્ટેશનના CI રામકિશને જણાવ્યું કે મૃતકે સુસાઈડ નોટમાં જે યુવકનો ઉલ્લેખ કર્યો છે, તે તેના નાનપણનો મિત્ર છે. આ અંગે તપાસ ચાલી રહી છે. તેમને જણાવ્યું કે ઘટનાની સુચના બાદ શનિવારે સવારે પરિવારના લોકો કોટા આવ્યા છે. સુસાઈડના કારણની તપાસ ચાલી રહી છે.