ડોક્ટરો પણ વિશ્વાસઘાતી હોય છે ! ન્યૂયોર્કની એક મહિલાને પોતાના સ્પર્મથી કરી દીધી પ્રેગ્નેન્ટ

WORLD

ન્ચૂયોર્કની રહેવાસી એક મહિલાએ 40 વર્ષ પછી એક ડોક્ટર ઉપર સ્પર્મમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે, તે પ્રેગ્નેન્સીમાં આવી રહેલી મુશ્કેલીની સારવાર માટે એક ડોક્ટરને મળી હતી. જેના પછી તે ડોક્ટરે પૂછ્યા વગર પોતાના સ્પર્મનો ઉપયોગ કરીને મહિલાને ગર્ભવતી કરી દીધી હતી. આ પ્રકારના ગુનાને ડોક્ટરી ભાષામાં મેડિકલ રેપ કહેવામાં આવે છે.

40 વર્ષ પછી મહિલાને થઈ જાણ

બિયાંકા વાસ નામની આ મહિલાએ કોર્ટમાં જમા કરાવેલ ડોક્યુમેન્ટમાં જણાવ્યું હતું કે, તેમણે 1983માં ડો.માર્ટિન ગ્રીનબર્ગની એક સ્પર્મ ડોનરની તપાસ માટે સંપર્ક કર્યો હતો. તે સમયે આ મહિલા ગર્ભ ન રહેવાના પ્રોબ્લેમથી પીડિત હતી. વાસે દાવો કર્યો છે કે, ડોક્ટર ગ્રીનબર્ગે પૂછ્યા વગર પોતાના જ સ્પર્મથી મારો ગર્ભપાત કરી દીધો હતો. મહિલાએ જણાવ્યું હતું કે, તેને 40 વર્ષ પછી આ સમગ્ર ઘટનાની જાણ થઈ છે.

100 ડોલરની ફી લઈને ડોક્ટરે કરી છેતરપિંડી

આ મહિલાએ દાવો કર્યો છે કે, ત્યારે તેમણે ડોક્ટર માર્ટિન ગ્રીનબર્ગને કોઈ અજાણ્યા ડોનર પાસેથી સ્પર્મ લઈને પ્રયોગ કરવાની વિનંતી કરી હતી. તેના માટે ડોક્ટરે ત્યારે 100 ડોલરની ફી પણ લીધી હતી. માર્ટિન ગ્રીનબર્ગે બિયાંકાને સ્પર્મ ડોનરની જાતિ અને ધર્મને લઈને પણ મારો મત પૂછ્યો હતો. વાસે દાવો કર્યો છે કે મેં તેમની પાસે કોઈ અજાણ્યા ડોનરની શરત મુકી હતી. મને લાગ્યું કે આ ડોનર તેમની ઓળખાણમાં કોઈ હશે કે પછી તેમનો કોઈ મેડિકલનો વિદ્યાર્થી હશે.

DNA ટેસ્ટ દ્વારા સમગ્ર ઘટનાનો થયો પર્દાફાશ

ઉલ્લેખિનય છે કે, આ મહિલાએ થોડા મહિના પગલે જ પોતાની મોટી દિકરી રોબર્ટાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટમાં રોબર્ટાના પિતાનું નામ ડોક્ટર ગ્રીનબર્ગ દાખલ થયું હતું. જેના પછી મહિલાએ કોર્ટને જણાવ્યુ હતું કે કોઈ ડોક્ટર દ્વારા આવો ગુનો કરવો યોગ્ય નથી આ ઘટના અનૈતિક છે અને અસ્વિકાર્ય છે. જેનાથી ડોક્ટરો ઉપરથી મહિલાઓ અને દર્દીઓનો વિશ્વાસ ઉઠી ગયો છે.

મહિલાએ કોર્ટમાં કરી અપીલ

મહિલાએ ડીએનએ રિપોર્ટના આધારે દાવો કર્યો છે કે ડોક્ટર ગ્રીનબર્ગે પોતાના જ સ્પર્મનો ઉપયોગ કરીને મને પ્રેગ્નેન્ટ કરી હતી. જેના પછી બિયાંકા વાસે એક દીકરીને જન્મ આપ્યો હતો. મેં ત્યારે બાળકીનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો ન હતો કારણ કે તેમણે મને વિશ્વાસ આપ્યો હતો કે ડોક્ટર ક્યારેય પણ પોતાના સ્પર્મ ડોનેટ નથી કરતા.

Leave a Reply

Your email address will not be published.