દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પસંદ બન્યું ગુજરાતનું આ સ્થળ, જાણો વિશેષતા

GUJARAT

આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયા જ હોય છે, જ્યાં બનેલું જંગલ સફારી પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ છે. જો તમે પણ વીકેન્ડ પ્લાન કરી રહ્યા છો કે પછી દિવાળીની રજાનો પ્લાન વિચારી રહ્યા છો તો અહીં તરત જ પહોંચી જાવ.

નવા 200 કરોડથી વધુના પ્રવાસીઓ માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે

સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે ત્યારે પ્રવાસન તરીકે આ જિલ્લાનો વધુ વિકાસ થાય તે માટે તંત્ર એ કમર કસી છે. ગત 31 ઓક્ટોબર 2018ના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેટ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં આ સ્ટેટ્યૂ ઓફ યુનિટીને જોવા 50 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે ત્યારે આ પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી ના સ્થળે વધુમાં વધુ સમય પસાર કરે તેવી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની ઈચ્છા છે અને તેને કારણે જ તંત્ર દવારા નિત નવા પ્રોજેક્ટ મૂકી પ્રવાસીઓને આકર્ષવાની કોશિશ હાથ ધરાઈ છે. અહીંયા અત્યાર સુધી 17 જેટલા પ્રોજેક્ટો છે અને નવા 200 કરોડથી વધુના પ્રવાસીઓ માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવે અને લોકાર્પણ કરે એટલી વાર છે.

અહીંયા પ્રવાસીઓ દર વર્ષે આવે તો નવું જોવા મળે

પ્રધાન મંત્રી મોદીનું સ્વ્પ્ન છે કે નર્મદા જિલ્લામાં આવતા પ્રવાસીઓ વધુમાં વધુ સમય કુદરતના ખોળે રહે અને જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યને માણે અને તે માટે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારના આજીબાજુના વિસ્તારમાં પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે. અહીંયા બોટિંગ અને એડવેન્ચર પાર્ક છે, પ્રાણીસંગ્રહાલય છે, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, કેક્ટસ ગાર્ડન અને ભૂલભૂલૈયા ગાર્ડન, નર્મદા મહા આરતી સહિત અનેક પ્રકલ્પો ખુલ્લા મુકાશે. વિશ્વના ટોચના પ્રવાસનધામ તરીકે નર્મદ જિલ્લાનું નામ રોશન થશે એ વાત ચોક્કસ છે અને તેથી જ અહીંનું તંત્ર હાલ તો જિલ્લાના વિકાસના કામે લાગેલું છે કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટુ આકર્ષણ જો રહેવાનું છે તો તે છે જંગલ સફારી. આ જંગલ સફારી દેશનું સૌથી મોટુ જંગલ સફારી બની ગયું છે. જ્યાં સહેલાણીઓ ભારતભરના જ નહિ વિદેશી પ્રાણીઓને પાંજરા વગર નિહાળી ખુલ્લામાં ફરતા જોવા મળી રહ્યા છે.

375 એકરમાં પથરાયેલું છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો જંગલ સફારી વિસ્તાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ આ જંગલ સફારીનો વિસ્તાર 375 એકરમાં પથરાયેલું છે. જેમાં સહેલાણીઓ સિંહ, વાઘ, દીપડા, બંગાલ ટાઈગર, ભારતના અલગ અલગ રાજ્યોના પ્રાણીઓ સહિત ઝીરાફ, કાંગારુ, હયીના જેવા વિદેશી પ્રાણીઓને પણ અહીં લાવવામાં આવશે અને જંગલ સફારીની મજા માણનારા સહેલાણીઓ આ પ્રાણીઓને પાંજરા વગર નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીં પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આ જંગલ સફારીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં એક ભાગ છે કારનીવોર કે જ્યાં માંસ ભક્ષી પ્રાણીઓ રાખવામાં આવશે. તેવી જ રીતે હરનીવોર કે જ્યાં ઘાસ ખાનારા પ્રાણીઓ રાખવામાં આવશે. આ ઉપરાંત એવીયર ભાગ છે કે જ્યાં દેશ વિદેશના પક્ષીઓનો કોલાહલ નેચર લવરને સાંભળવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.