દિવાળી પર શા માટે પ્રગટાવવામાં આવે છે દીવડાઓ, જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણ

GUJARAT

4 નવેમ્બર સમગ્ર દેશમાં ધામધુમ પૂર્વક દિપાવલીનો તહેવાર મનાવવામાં આવશે. આ દિવસે લોકો પોતાના ઘરને ખુબજ શણગારે છે. માન્યતા છે કે આ દિવસે 14 વર્ષ પછી વનવાસ ભોગવીને પોતાની નગરી અયોધ્યામાં પધાર્યા હતા. જેની ખુશીઓમાં નગર વાસીઓએ પોતાના ઘરને સજાવ્યુ હતુ.

આજ કારણે આજે પણ લોકો પોતાના ઘરને સજાવીને આ દિવસની ઉજવણી કરે છે. દિવાળીએ દીપમાલા પ્રગટાવવાની પરંપરા છે લાઈટ્સ અને રોશનીથી સજાવવામાં આવે છે. શું તમે જાણો છો દીપ માલાની પરંપરા ક્યારથી શરૂ થઈ જાણીએ તેની પરંપરા અને વૈજ્ઞાનિક કારણ.

દિવાળીના કેટલાક દિવસ પહેલા દશેરા મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો બુરાઈ પર ભલાઈની જીતનું પર્વ એટલે દશેરા. તુલસીદાસની રામાયણ અનુસાર જે દિવસે 14 વર્ષનો વનવાસ ભોગવીને શ્રી રામ પરત ફર્યા એ દિવસે કારતક માસની અમાસ હતી આથી નગરજનોએ દિપ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યુ હતુ. ત્યારથી પરંપરા છે કે દર વર્ષે આ તહેવાર ખુબજ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

આ તો પરંપરાની વાત થઈ હવે જાણીએ વૈજ્ઞાનિક કારણ
વાસ્તવમાં આ સમયે વાતાવરણમાં ફેરફાર થાય છે, વર્ષા ઋતુ બાદ શરદ ઋતુનું આગમન થાય છે. મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. વૈજ્ઞાનિકો માને છે કે દીપ પ્રગટાવવાથી મચ્છર અને જીવડાઓ આકર્ષિત થાય છે અને રોશનીમાં સળગીને મરી જાય છે. આ જ કારણે દીવડાઓ પ્રગટાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *