હિંદુ કેલેન્ડર વર્ષભરમાં જો કોઈ અમાસની ઉજવણી થતી હોય તો તે માત્રને માત્ર આસો મહિનાની અમાસ છે. આ દિવસે દિવાળી મનાવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરના રોજ ઉજવાય રહી છે. ગુજરાતીઓ બીજે દિવસે નવ વર્ષ મનાવે છે દિવાળી પર ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિના દેવતા ગણપતિની પૂજા કરવામાં આવે છે.
દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્રનો વિશેષ મહિમા હોય છે. સ્વાતિ નક્ષત્રમાં કરેલી સરસ્વતી, લક્ષ્મી અને ગણપતિની પૂજા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. ઘરમાં વિદ્યાના દેવી પ્રસન્ન રહે છે. લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. તેમજ ગણપતિ પણ પ્રસન્ન રહેતા, સર્વ કાર્યોમાં સિદ્ધિયોગ જેવું ફળ આપે છે. વિઘ્નો હરી લે છે. દિવાળી પૂજનમાં દર વર્ષે લક્ષ્મી અને ગણેશ અને સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે. અનેક લોકો દિવાળી પૂજન માટે ઘરમાં નવી જ ગણપતિની અને લક્ષ્મીની મૂર્તિ લાવે છે અને પછી તેની જ પૂજા કરે છે. દિવાળીના દિવસે ગણેશ અને સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે.
ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે એ ધ્યાન રાખો કે લક્ષ્મી ગણેશ ક્યારેય પણ એક સાથે જોડાયેલા ન ખરીદવા જોઈએ. પૂજાઘરમાં મુકવા માટે લક્ષ્મી અને ગણેશની એવી મૂર્તિ લેવી જોઈએ જેમા બંને વિગ્રહ જુદા જુદા હોય. ગણેશની મૂર્તિમાં તેમની સૂંઢ ડાબા હાથ બાજુ વળેલી હોવી જોઈએ. જમણીબાજુ વળેલી સૂંઢ શુભ હોતી નથી. સૂંઢમાં બે વળાંક પણ ન હોવા જોઈએ.
લક્ષ્મીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
લક્ષ્મી માની એવી મૂર્તિ ન ખરીદો જેમા મા લક્ષ્મી ઘુવડ પર આરુઢ હોય. એવી મૂર્તિને કાલી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. લક્ષ્મી માતાની એવી મૂર્તિ લેવી જોઈએ જેમાં તેઓ કમળ પદ્મ પર સ્થિત હોય અને તેમના હાથ વરમુદ્રામાં હોય અને તેમના હાથમાં ધનની વર્ષા થઈ રહી હોય.