દિવાળી પર 17 વર્ષ બાદ રચાયો આવો સંયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગમાં પૂજાનું મળશે બમણુ ફળ

nation

દીપાવલીનો તહેવાર એટલે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. આ પર્વને દિવાળીના (Diwali 2020)પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

આ વખતે દિવાળી (Diwali )પર ગ્રહોના વિશેષ યોગને કારણે ખૂબ જ વિશેષ બનવા જઈ રહી છે. દિવાળી પર સર્વાર્થ સિદ્ધિ યોગ (sarvartha siddhi yog) શનિ સ્વાતિ યોગ રચાઇ રહ્યો છે. દિવાળી (Diwali )પર 17 વર્ષ બાદ આવેલા સર્વાર્થ સિદ્ધિ યોગ (sarvartha siddhi yog) અત્યંત ફાયદાકારક છે.

ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, કારતક મહિનાની અમાસના દિવસે એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર, આ દિવસે દીપદાન કરવું જોઈએ, એનાથી તમામ પાપોનો નાશ થાય છે. એટલા માટે જ આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવડાની હારમાળાને કારણે જ એને દીપાવલી (દીપ અવલી) કહેવામાં આવે છે.

ગ્રહોનો યોગ
દિવાળી પર લક્ષ્મીજીની સાથોસાથ ગણેશ, કુબેર, સરસ્વતી અને કાલિકાની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીઓના કહેવા અનુસાર, આ વખતે 17 વર્ષ પછી દિવાળી પર સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે, જેને કારણે આ દિવસે કરવામાં આવેલી પૂજાનું ફળ બમણું થઈ જાય છે.

દિવાળી પર ગુરુ, ધન અને જ્ઞાનનો દાતા ગ્રહ, તેની પોતાની સ્વરાશિ ધનરાશિ અને શનિ (Shani) મકર રાશિમાં રહેશે. જ્યારે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં રહેશે. જ્યોતિષીઓ કહે છે કે દિવાળી પર 499 વર્ષ પછી આવો સંયોગ રચાયો છે. અગાઉ,ગ્રહોની આવી સ્થિતિ 1521 માં જોવા મળી હતી.

દિવાળી પ્રકાશનો પર્વ અને માતા લક્ષ્મીના આગમનનો દિવસ છે. લક્ષ્મીજીના સ્વાગત માટે ઘરમાં દીવા પ્રગટાવવાની પરંપરા છે પૂજા અર્ચના બાદ દીવડાઓ પ્રગટાવવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published.