દિવાળી પહેલા ખેડૂતો માટે આવ્યા સારા સમાચારઃ જાણી લો સરકારનો પ્લાન

Uncategorized

તહેવારની સીઝનમાં ખેડૂતોને માટે સારા સમાચાર આવી રહ્યા છે. દિવાળી પહેલા કેન્દ્ર સરકાર PM kisan Samman Nidhiની રકમને બમણી કરી શકે છે. જો આ પ્રસ્તાવ પર સહમતિ બને છે તો ખેડૂતોને વર્ષે 6000ને બદલે 12000 રૂપિયા મળશે. જો ખેડૂતોની યોજનાની રકમ બમણી થાય છે તો 2000ને બદલે 4000 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા કેન્દ્રની મોદી સરકાર તેની જાહેરાત કરી શકે છે.

ખેડૂતોને મળશે મોટી ભેટ
હાલમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે PM kisan Samman Nidhiની રકમને બમણી થઈ શકે છે. આ પછી તેને લઈને સરકારની તૈયારીઓ પણ શરૂ થઈ છે. તમે સરકારના ઓનલાઈન પોર્ટલ www.pmkisan.gov.in પર કે મોબાઈલ એપની મદદથી તમારી ડિટેલ્સને ચેક કરી શકો છો.

આ રીતે કરાવી લો રજિસ્ટ્રેશન

તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસના સીએસસી કાઉન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે તમે પીએમ કિસાન યોજનાના અધિકૃત પ્લેટફોર્મ પર જઈને નામ નોંધાવી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે તમે PM Kisan પણ GOI Mobile App ની મદદથી આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે તમે ‘Google Play Store’ માં જઈને તેને ડાઉનલોડ કરો. તમે સ્થાનિક ભાષામાં પણ તેને યૂઝ કરી શકો છો.

નવા ખેડૂતો આ રીતે કરી શકે છે રજિસ્ટ્રેશન

હવે તમે તેમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ લખો. આ પછી કન્ટીન્યૂ બટન પર ક્લિક કરો.
આ પછી રજિસ્ટ્રેશન ફોર્મમાં નામ, સરનામું, બેંક ખાતાની માહિતિ અને આઈએફએસસી કોડ લખો.
આ પછી જમીનની ડિટેલ અને એકાઉન્ટ નંબર લખો અને જાણકારી સેવ કરી લો.
હવે સબ્મિટ બટન પર ક્લિક કરો અને સાથે પીએમ કિસાન મોબાઈલ એપ પર રજિસ્ટ્રેશન પૂરું થશે.
કોઈ પણ પૂછપરછ માટે તમે પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261/011-24300606નો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.