દિવાળી સ્પેશ્યિલ : એકદમ સહેલી રીતે ઘરે જ બનાવો ફરસી પુરી

kitchen tips

દિવાળી એક એવો તહેવાર છે કે જે લોકો દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. દિવાળીમાં લોકો પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવતા હોય છે જેમાથી એક ખાસ વાનગી છે ફરસી પુરી. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરસી પુરી..

સામગ્રી

500 ગ્રામ – મેંદો
150 ગ્રામ – રવો
2 ચમચી – અજમો
1/2 ચમચી – બેકિંગ સોડા
1 ચમચી – કાળામરી પાઉડર
સ્વાદાનુસાર – મીઠું
મોણ માટે – તેલ
તરવા માટે – તેલ

બનાવવાની રીત

સૌપ્રથમ મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. ત્યાર પછી તેમા અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચી તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી લો. તેને અડધો કલાક સુઘી રાખી મૂકો. હવે તેમાંથી લુઆ બનાવીને જાડી ગોળ પૂરી વણી લો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તૈયાર પુરીને ગરમ તેલમાં તરી લો. તે બન્ને તરફથી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ ફરસી પુરી..

Leave a Reply

Your email address will not be published.