દિવાળીના દિવસે વિશ્વભરમાં દરેક હિંદૂ ઘરમાં ભગવાન ગણપતીની સાથે દેવી લક્ષ્મી અને સરસ્વતિનું પુજન કરવામાં આવશે. માન્યતા છે આ દિવસે ધનના દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નિકળે છે અને એ ઘરમાં વાસ કરે છે જ્યાં વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા હોય. જ્યોતિષ અનુસાર આ દિવસે ગલ્લા કે લોકરને સારી રીતે સાફ કરીને તેમાં ખાસ ચીજો રાખવાથી સદાને માટે ધનની કમી ખતમ થઈ જાય છે. તાંત્રિક તેમજ પૌરાણિક શાસ્ત્રોમાં કેટલીક એવી ચમત્કારી વસ્તુઓનું વર્ણન છે જેને ધન સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. આ વસ્તુઓથી મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ ધનમાં બરકત મળે છે. આ વસ્તુઓમાં છે અતિ વિશિષ્ટ વસ્તુ લક્ષ્મીજીની પ્રિય કોડી.
સમૃદ્ધિના હેતુથી શુભ મુહૂર્તમાં મહાલક્ષ્મી પૂજન કરીને લાલ કપડાંમાં બંધ 2 અલગ અલગ પીળી કોડી દેવી લક્ષ્મીને ચઢાવીને એક તિજોરીમાં રાખવાથી ઘરમાં ધનની ક્યારેય કમી રહેતી નથી. પૂજન કરેલી એક કોડી પર્સમાં પણ રાખો.
મહાલક્ષ્મી દેવી પર ચઢાવેલા અભિમંત્રિત કમળના પોયણાં, ગોમતી ચક્ર, મોતી શંખ કે કાળી હળદરને ગુલાબી કપડાંમાં બાંધીને ઘરની ઉત્તરપશ્રિમ દિશામાં છુપાવીને રાખો.
અતૂટ ધન પ્રાપ્તિ માટે દિવાળીની રાતે મહાલક્ષ્મીનું ષોડશોપચાર રૂજન કરીને કેસરથી રંગાયેલી કોડીઓને સમર્પિત કરી પીળા કપડાંમાં બાંધીને તિજોરીમાં રાખો.
વ્યાવસાયિક સફળતા હેતુ દિવાળીની રાતે મહાલક્ષ્મીનું વિધિવત પૂજન કરીને 11 પીળી કોડીઓને ચઢાવીને ઓફિસમાં કે ગલ્લામાં સ્થાપિત કરો.
નોકરીમાં સફળતા માટે શુભ મુહૂર્તમાં મહાલક્ષ્મી દેવી પર ચઢાવેલી કોડીઓને ગુલાબી દોરામાં પરોવીને હાથના કાંડામાં બ્રેસલેટ તરીકે પહેરો.
જાદૂ-ટોણાંથી બચવા માટે સરસવના બીજથી અભિમંત્રિત કરેલી 8 કોડીઓને કાળાદોરામાં પરોવીને ધારણ કરો.