દિવસે ઝોકાં ખાતાં લોકોને હાર્ટ ડિસીઝ કે અપમૃત્યુનું જોખમ વધુ : અભ્યાસ

Uncategorized

દિવસમાં ગમે ત્યાં ઝોકાં ખાતાં લોકોએ સાવધાન થઈ જવાની જરૃર છે. ચીનની ગુઆંઝો મેડિકલ યુનિર્વિસટીના નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં એવું જણાવાયું છે કે એક દિવસમાં એક કલાક અથવા તો તેનાથી વધારે સમય સુધી ઝોકાં ખાવાથી અપમૃત્યુ કે રોગનાં જોખમમાં ત્રીજા ભાગનો વધારો થાય છે.

સાથે વૈજ્ઞાાનિકોએ એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે જે લોકોને રાતે પૂરતી ઊંઘ મળતી નથી તેવા લોકો માટે દિવસનાં ઝોકાં સારી બાબત ગણાય છે પરંતુ જે લોકો રાતમાં ૭ થી ૮ કલાકની ઊંઘ લે છે તેમને માટે દિવસનાં ઝોકાં ખરાબ બાબત છે અને તેને કારણે તેમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સંશોધકોએ જણાવ્યું કે દિવસનાં ઝોકાંને કારણે શરીરના અંદરના ભાગમાં સોજો થવાની શક્યતા રહેલી છે કારણે હાર્ટ માટે સારી બાબત નથી કેટલાક લોકો માટે ઝોકાં આરોગ્ય સમસ્યના આરંભનું લક્ષણ પણ બની શકે છે અને તેને કારણે તેઓ દિવસે ઝોકાં ખાતાં હોય તેવું બની શકે.

સંશોધકોએ ૩ લાખ લોકો પર લગભગ ૨૦ સ્ટડી કર્યાં છે અને તેને આધારે આવાં તારણો પર પહોંચ્યાં છે. સંશોધનનાં તારણોમાં એવું પણ જણાયું કે મહિલાઓના આરોગ્ય પર પણ તો ખૂબ મોટી માઠી અસર જોવા મળી હતી. જે મહિલાઓને એક દિવસમાં એક કલાક કે તેનાથી વધારે સમય સુધી ઝોકાં ખાવાની ટેવ હોય તો યુવાવસ્થામાં તેમના મરવાના ચાન્સ ૨૨ ટકા વધી જાય છે. એક રાતમાં ૭ થી ૮ કલાકની ઊંઘ લેનાર લોકો દિવસે ઝોકાં ખાતાં હોય તો તેમને હાર્ટ ડિસીઝનું જોખમ રહેતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *