ડિવોર્સ થતા પતિને કારસ્તાન સૂઝ્યુ, પત્નીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ બદલીને કરી નાંખ્યા બિભત્સ મેસેજ

GUJARAT

પતિએ પત્ની સાથે બદલો લેવા સોશિયલ મીડિયા પર પત્નીને બદનામ કરવાનો કારસો રચ્યો. પતિએ પત્નીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલી બિભત્સ કોમેન્ટ અને મેસેજ કરી પત્નીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. જો કે પત્નીને જાણ થતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પતિની ધરપકડ કરવામાં આવી.

કોણ છે દગાબાજ પતિ
સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાગર સાવલિયાની પત્નીને બદનામ કરવા સોશિયલ મીડિયા પર બીભત્સ લખાણ લખી હેરાનગતિ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી સાગરે વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા.

એક મહિના સુધી તે પત્ની સાથે રહ્યો અને બંન્ને વચ્ચે મનમેળ ન બેસતા છૂટાછેડા લેવાની પત્નીએ માંગણી કરી હતી. છુટા થવાની વાતને લઈ સાગરે પત્નીનું ફેસબુક એકાઉન્ટ પાસવર્ડ બદલી પત્નીના મિત્રોને બિભત્સ મેસેજ કર્યા હતા. બાદમાં ઈન્સ્ટાગ્રામ પર મિત્રોને બિભત્સ કોમેન્ટ અને મેસેજ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પકડાયેલ આરોપી સાગર સાવલિયાએ પત્નીને બદનામ કરવા આ બિભત્સ કોમેન્ટ કરી હોવાની કબૂલાત કરી છે. પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં છૂટાછેડા લેવા પત્નીએ કહેતા ગુસ્સે થઈ આરોપી સાગરે આ લખાણ લખ્યું હોવાનું પોલીસ સામે કબૂલ્યુ હતું. આરોપી સાગરે પત્નીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ બદલી દીધો હતો, અને તેમાંથી અલગ અલગ પાંચ લોકોને બિભત્સ મેસેજ કર્યા હતા. જે વિશે પત્નીને જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી સાગર જેતપુર ટેક્સટાઇલ ડિઝાઈનર તરીકે નોકરી કરે છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાગરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે કે અન્ય કોઈ ફેક એકાઉન્ટ બનાવી પત્ની બદનામ તો નથી કરી. જે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.