દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. દિવાળી પર સાફ-સફાઈ કર્યા પછી પૂજા કરવાથી દેવી મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ 25 ઓક્ટોબર 2022ના રોજ થઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી લોકોના ઘરે આવે છે. પૃથ્વીપર ફરી માતા આશીષ આપે છે.
દિવાળીની રાત્રે કેટલાક સરળ ઉપાય કરીને મા લક્ષ્મીને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દિવાળીની રાત્રે કેટલીક ખાસ વસ્તુઓ કરવી જોઈએ.
દિવાળીના દિવસે ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા સ્થળે માતા લક્ષ્મીની સ્થાપના કરો. પૂજા માટે ઉપયોગમાં લેવાતા તમામ દીવાઓમાં શુદ્ધ દેશી ઘી વાળા 11, 21, 51 એકી સંખ્યામાં દીપ પ્રગટાવો. દિવાળીએ રોશનીનું પર્વ છે આથી દિપાવલીએ ઘરમાં અંધારૂ ન રાખો. સ્વચ્છતા જાળવો અને માતા લક્ષ્મીની ભાવ પૂર્વક આરતી કરો.
દિવાળીની રાત્રે ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં ખૂણામાં સરસવના તેલનો દીવો રાખો. તેનાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી ભક્તોના ઘરે આવે છે. તેથી ઘરના મુખ્ય દરવાજા પર માતાના આગમન માટે તોરણ બનાવવું જોઈએ. આસોપાલવ કે આંબાના પાનથી તોરણ બનાવવું શુભ છે.
દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી તેમને કાચા ચણા ચઢાવો. આ પછી પીપળાના ઝાડ પર આ ચણા ચઢાવો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.