દિવાળીના દિવસને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમારે કેટલાક ખાસ ઉપાયો જાણી લેવા જરૂરી છે. દિવાળીની રાતે માતા લક્ષ્મી ઘરના મુખ્ય દરવાજાથી પ્રવેશ કરે છે. આ માટે અહીં ખાસ સજાવટ જરૂરી છે. તેને શુભ માનવામાં આવે છે. તો જાણો દિવાળીની રાતે કયા 4 ઉપાયો કરી લેવાથી તમે માલામાલ રહી શકો છો.
માતા લક્ષ્મીના પગના નિશાન
માતા લક્ષ્મીના પગના નિશાનને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો. ધ્યાન રાખો કે પગના નિશાન ઘરની અંદર તરફ હોય. તેનાથી એ નક્કી થશે કે માતા લક્ષ્મી દિવાળીની રાતે તમારા ઘરે આવી અને આર્શીવાદ આપશે.
સાથિયો
ઘરના મુખ્ય દ્વારે ચાંદીનો સાથિયો લગાવો. ચાંદીનો સાથિયો ન લગાવી શકો તો રોલીથી સાથિયો બનાવો. તે તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને માતા લક્ષ્મીના આર્શીવાદ મળે છે.
તોરણ
માન્યતા છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મી ભક્તોના ઘરે આવીને વસે છે. આ માટે ઘરને તેમના આગમન માટે તોરણ સાથે સજાવો. કેળાના પાનથી તોરણ બનાવો તે શુભ રહે છે. ફૂલનો પણ ઉપયોગ કરી શકાય. ધનતેરસના દિવસે તોરણ લગાવો અને તેને દિવાળીના એક દિવસ પછી પણ રાખો. આસોપાલવ આંબાના અને ગલગોટાના તોરણ ખુબજ શુભ માનવામાં આવે છે.
રંગોળી
રંગોળીનું મહત્વ સજાવટ માટે નથી. માન્યતા છે કે પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે રંગોળી જરૂરી છે. ઘરના મુખ્ય દ્વારે રંગોળી હોવી જરૂરી છે. આ સિવાય તમે એક કળશમાં પાણી ભરીને રંગોળીની પાસે રાખી લો