દીપાલી જેવી અંદર આવી કે તરત જ તેણે પોતાનો ગાઉન ઉતારીને બાંહોમાં લઈ લીધો અને થોડીવારમાં જ હું તેના શરીરને માણવા લાગ્યો

nation

સ્વાતિને થયું કે જાણે તેણે પરાગના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. પરંતુ તેને એના સ્વાભિમાન પ્રત્યે ગર્વ પણ થયો. પોતાના બેઉ હાથે પરાગનો હાથ પકડતાં તે બોલી, ‘તમને યોગ્ય લાગે તેમ કરજો.’

પછી સ્વાતિએ શિલ્પા સાથે અને ખાસ સગા-સ્નેહીઓ સાથે ચર્ચાવિચારણા કરીને સંબંધ પાકો કરવાનો નિર્ણય લઇ લીધો અને બંનેની સગાઇ કરી દીધી. લગ્નની તારીખ નક્કી થઇ જતાં લગ્ન માટેનો હોલ પણ બુક કરાવી લીધો.

‘મમ્મી, મમ્મી…..** આજનું પેપર ક્યાં છે? હમણાં જ પરાગે મને મોબાઇલ પર ફોન કર્યો હતો. એ ગભરાયેલા સ્વરમાં બોલી રહ્યો હતો કે આજનું ન્યુઝપેપર વાંચી લે.’ શિલ્પાએ હાંફળીફાંફળી થઇને સ્વાતિને બૂમ પાડી કે તરત તે સફાળી ખુરશી પરથી ઊભી થઇ ગઇ. પછી સંયત અને સહજ સ્વરે બોલી, ‘આજના ન્યુઝપેપરમાં જે કંઇ છપાયું છે તે હું જાતે જ તને કહી દઉં છું. મેં તારાં અને પરાગનાં લગ્ન નહિ કરવાનો ફેંસલો કર્યો છે અને એ ખબર મેં પોતે જ છાપામાં છપાવી છે.’

‘ઓહ મમ્મી, આ તું શું બોલી રહી છે? લગ્નની બધી તૈયારી થઇ ગઇ છે. કંકોતરીઓ પણ બધાને વહેંચાઇ ગઇ છે અને હવે તું લગ્ન રદ કરી રહી છે? તું આવું શા માટે કરે છે, મમ્મી?’

‘બેટા, હું મારી મરજીથી અને પૂરેપૂરી સભાનતાથી આ લગ્ન રદ કરી રહી છું. કેમકે મને આ સંબંધ મંજૂર નથી.’

‘મમ્મી, તને આખરે થયું છે શું? અમારાં લગ્ન તેં તારી મરજીથી જ નક્કી કર્યાં હતાં. મેં તો તને કોઇ બળજબરી કરી નહોતી. પછી અચાનક શું વાંધો પડયો કે લગ્નના ચાર દિવસ પહેલાં જ તને આ સંબંધ તોડી નાખવાનું મન થયું?’ ‘પ્લીઝ શિલ્પા, હું આ બાબતમાં તને કશું જ કહેવા માગતી નથી. હું તારી મા છું, બેટા. તારા ભલા માટે જ મારે આવું કઠોર પગલું ભરવું પડયું. સ્વાતિએ ઊંચા અવાજે ખુલાસો કર્યો.

‘સૉરી મમ્મી, હું પરાગ સાથે જ લગ્ન કરીશ, કેમકે તે મને પ્રેમ કરે છે. એટલે જ તો તેણે જાતે જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. હું એને મળવા જાઉં છું.’ આટલું કહીને શિલ્પા મેઇન ગેટ તરફ વળી.

‘ઊભી રહે, શિલ્પા! જો તું જાણવા જ માગતી હો, તો સાંભળ કે પરાગ તને નહિ, પરંતુ બીજી કોઇકને પ્રેમ કરે છે.’

‘આ તું શું બોલી રહી છે, મમ્મી? જો પરાગ મને પ્રેમ કરતો ન હોય, તો તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જ ન હોત’ આટલું બોલીને શિલ્પાએ દરવાજો ખોલ્યો.

‘સાંભળ શિલ્પા, હું તને કેવળ એટલા માટે જ સચ્ચાઇ બતાવવા નહોતી માગતી કે તે જાણીને તારું મન ભાંગીને ભુક્કો થઇ જશે. પરંતુ હવે એ કહી દેવાનું જરૂરી છે, કારણ કે આખરે આ તારી જિંદગીનો સવાલ છે અને મારા માટે તારી જિંદગીથી વિશેષ કશું નથી. અને હાં, આ સાંભળ્યા પછી પણ તને જો એમાં કશું ખોટું ન લાગે, તો તું ખુશીથી પરાગને પરણી શકે છે. ગઇ કાલે સવારે લગ્નના સંબંધમાં વાત કરવા હું પરાગના ઘરે ગઇ હતી. તેના ઘરના દરવાજે જ તેની કામવાળી મને મળી ગઇ. તેણે કહ્યું કે સાહેબ કસરત કરવા ટેરેસ પર ગયા છે. કોઇ મળવા આવે તો ડ્રોઇંગરૂમમાં બેસાડવાનું કહ્યું છે.

‘હું ડ્રોઇંગરૂમમાં બેઠી. સામેના ટેબલ પર ફોન જોઇને મને થયું કે સ્કૂલમાં મોડી આવીશ એમ કહી દઉં. પણ મેં જેવું રિસીવર કાને માંડયું કે મને પરાગનો અવાજ સંભળાયો. જો એમાં મારા નામનો ઉલ્લેખ થયો ન હોત, તો મેં કદાચ તરત રિસીવર મૂકી દીધું હોત. સામેથી કોણ બોલી રહ્યું હતું તેની મને ખબર નથી. એ વ્યક્તિએ કહ્યું, ‘યાર, હું તારાં લગ્નમાં તો જરૂર આવીશ. પણ કહે તો ખરો કે સ્વાતિ તારી વાત કેવી રીતે માની ગઇ? તું તો કહેતો હતો કે એમને મનાવતાં નાકે દમ આવી જશે.

‘મહેશ, જરૂરી નથી કે જેને આપણે પ્રેમ કરતા હોઇએ તેની સાથે આપણાં લગ્ન પણ થાય. પરંતુ મારા પ્રિય પાત્રને પ્રત્યેક પળ પાસે રાખવા માટે મારે તેની પુત્રી સાથે લગ્ન કરવાં પડે છે.’ ‘તારું મગજ બહેર તો નથી મારી ગયું ને, પરાગ? આવું કરીને તો તું સ્વાતિની નજરમાંથી ઊતરી જઇશ અને સાથોસાથ તેની પુત્રીની નજરમાંથી પણ ઊતરી જઇશ.’

‘આવું કરવા સિવાય મારી પાસે કોઇ વિકલ્પ જ નહોતો. હું સ્વાતિ મેડમને બેહદ પ્રેમ કરું છું. પ્રત્યેક પળ અનાયાસ એના ખયાલોમાં ખોવાયેલો રહું છું. એને પહેલીવાર જોતાંવેંત એના પ્રેમમાં પડી ગયો અને પછી સ્કૂલમાં સતત એનું સાંનિધ્ય પામવાની તક શોધતો રહ્યો. જે દિવસે મારા પ્રેમનો એકરાર કરવા તેમના ઘરે પહોંચ્યો તો એક જુવાન છોકરીને જોઇ તો ખબર પડી કે એ તો એની દીકરી છે.

‘પછી એ જુવાન કન્યાને જોઇને તારી દાનત બગડી અને તેં તારો ઇરોદો બદલી નાખ્યો, એમ જ કહેવા માગે છે ને?’

‘નહિ યાર. મેં વિચાર્યું કે જો મારા પ્રેમનો એકરાર તેમની સમક્ષ કરીશ તો પણ તે હરગીઝ નહિ સ્વીકારે, કારણ કે એક યુવાન પુત્રીની માતા આવું પગલું ક્યારેય ભરી ન શકે. આથી મેં હરપલ સ્વાતિને પાસે રાખવા માટે અને તેનું સાંનિધ્ય માણવા માટે તેમની પુત્રી સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રગટ કરી, જેને તેમણે હરખભેર સ્વીકારી લીધી.’

‘પરાગ, તું એ બંને સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે. ભવિષ્યમાં આ રહસ્ય ખૂલશે ત્યારે એનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે.’

‘એની મને જરાય પરવા નથી. હું સ્વાતિને પામવા ગમે તેવું જોખમ ખેડવા તૈયાર છું, કેમકે હું તેમને પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ.’

‘ફોન કપાઇ ગયો હતો. હું હાંફળીફાંફળી થઇને ફોન સામે જોઇ રહી હતી. એવામાં હાથમાં કોર્ડલેસ ફોન લઇને પસીનાથી લથબથ પરાગ પ્રવેશ્યો અને મને જોઇને ખચકાતા સ્વરે બોલ્યો, ‘અરે મેડમ, તમે અહીં?’ હું કંઇપણ બોલ્યા વગર ત્યાંથી જ સીધી ન્યુઝપેપરની ઓફિસમાં ગઇ અને આ સમાચાર છાપવાનું કહી દીધું.’ આટલું બોલીને સ્વાતિએ શિલ્પાના હાથમાં પેપર પકડાવી દીધું.

‘આઇ એમ વેરી સોરી, મમ્મી. મેં તને સમજવામાં ભારે ભૂલ કરી,’ કહીને શિલ્પા સ્વાતિના ગળે વળગી ગઇ.

સ્વાતિ મનોમન વિચારવા લાગી કે જ્યારે ઉંમરમાં આટલો તફાવત હોય ત્યારે થતી આત્મીયતા શું ખરેખર પ્રેમ હોય છે કે ફક્ત મોહ કે આકર્ષણ? તેના અંતરમાંથી જ જવાબ આવ્યો કે ‘તેને ગમે તે નામ આપો, પરંતુ એને ‘પ્રેમ’ તો ન જ કહેવાય.’

Leave a Reply

Your email address will not be published.