દિમાગથી તેજ પણ દીલથી નરમ હોય છે આ રાશિના જાતકો, દરેક નિર્ણય લાગણીથી લે

rashifaD

જે રીતે નામનો પહેલો અક્ષર વ્યક્તિ પર પ્રભાવ પાડે છે એ જ રીતે રાશિનો પ્રભાવ પણ પડે છે તમામ લોકોમાં ગુણો અને અવગુણો હોય જ છે. આજે આપણે એવી જ કેટલીક રાશિના જાતકો અંગે વાત કરીશુ જેઓ ખુબજ લાગણીશીલ હોય છે.

મેષ રાશિ
આ રાશિના જાતકો નિડર. સાહસી અને આત્મવિશ્વાસથી છલોછલ હોય છે. કોઇ પણ કામ કરતા અચકાતા નથી. જે પણ કામ કરે મન લગાવીને કરે . જો કે જીવનના કેટલાક નિર્ણય ફક્ત દિલથી લે છે.

મિથુન રાશિ
આ રાશિના જાતકો ખુબજ તેજ દિમાગના હોય છે. તેમને સમજવા માટે ખુબ સમય માગી લે છે. નવી નવી વસ્તુઓ કરવી તેમને પસંદ હોય છે. તેઓ ભાવુક મિલનસાર અને ધૈર્યવાન હોય છે. ચંચળ સ્વભાવના કારણે તેઓ કોઇ નિર્ણય પર પહોંચી શકતા નથી. તેઓ નવા નવા દોસ્ત બનાવવાનું પસંદ કરે છે જે પણ કરે તેમાં દિમાગની જગ્યાએ દિલનો ઉપયોગ કરે છે.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો ખુબજ ભાવુક, દયાળુ અને દિલથી કામં કરનાર હોય છે. તેમના માટે પરિવાર એજ તેમનું સર્વસ્વ હોય છે. પોતાના ઘર-પરિવાર અને સગા સંબંધીઓનું ખાસ ધ્યાન રાખે છે.

તુલા રાશિ
આ રાશિના જાતકો ખુબજ આકર્ષક હોય છે. તેમને કોઇ પણ નિર્ણય દિલની જગ્યાએ દિમાગથી લેવો પસંદ હોય છે. ખુબજ દયાળુ હોવાના કારણે તેઓ કોઇની સાથે ખરાબ કરી શકતા નથી. તેમને સત્ય પ્રિય હોય છે. અસત્યથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમની કુતનીતિ ભલભલાને હંફાવી દે તેવી હોય છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો સ્વભાવે સ્વતંત્ર હોય છે. પોતાનો જિદ્દી અને ઝનુની સ્વભાવ હોવાથી એક અલગ ચીલો પાડે છે. મનમાં કોઇ વાત વિચારી લે પછી પૂરૂ ન થાય ત્યાં સુધી મથતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *