દીકરીઓ બાદ બોની કપૂરને કોરોના, કીર્તિ સુરેશ-પૂજા ગૌર પણ ઝપેટમાં

BOLLYWOOD

વલીમાઈનું ફાઈનલ પોસ્ટ પ્રોડક્શન જોવા માટે ચેન્નાઈ ગયેલા બોની કપૂર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બોની કપૂરને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સ્વસ્થ થયા પછી પણ તે ચેન્નાઈમાં જ રહેશે. આ પહેલા ખુશી અને જાહ્નવીને પણ કોરોના સંક્રમણ હોવાના સમાચાર સામે આવ્યા હતા.

કીર્તિ સુરેશ-પૂજા ગૌર કોરોનાની ઝપેટમાં

જાહ્નવીએ મંગળવારે સોશિયલ મીડિયા પર તેના સ્વસ્થ થવાની ખબર શેર કરી હતી. આ બધા સિવાય મહાનટી ફેમ કીર્તિ સુરેશ અને મન કી આવાઝ પ્રતિજ્ઞાની અભિનેત્રી પૂજા ગૌરને પણ કોરોના થયો છે. બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા છે.

બાહુબલીના કટપ્પા સત્યરાજ કોરોનામાંથી સાજા થયા

સાઉથની લોકપ્રિય ફિલ્મ ‘બાહુબલી’ના કટપ્પા એટલે કે સત્યરાજ કોરોનામાંથી સાજા થઈ ગયા છે. અભિનેતાને સોમવારે મોડી રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સત્યરાજના પુત્ર સિબીએ આ માહિતી આપી છે. તેણે કહ્યું, ‘પાપા હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને થોડા દિવસો પછી કામ પર પાછા આવશે.’

લતા મંગેશકર કોરોના સંક્રમિત

કોરોનાએ બોલિવુડને જાણે બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગત રોજ લતા મંગેશકર પણ કોરોના સંક્રમિત થયા હતા જેઓની હાલમાં સારવાર ચાલી રહી છે..તેઓને કોરોના સાથે ન્યુમોનિયા પણ થયો છે.જેને પગલે તેઓને સાત આઠ દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે

Leave a Reply

Your email address will not be published.