દીકરીના પ્રેમલગ્ન સામે પાટીદાર સમાજ બનાવશે નવો કાયદો!

GUJARAT

84 કડવા પાટીદાર સમાજની દીકરીઓ માટે કાયદો બનાવવા માગ કરવામાં આવી છે. જેમાં સમાજની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે. તેમાં દીકરી ભાગીને લગ્ન કરે તો કાયદો બનાવવા માગ કરવામાં આવી છે. જેમાં લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા માગ કરાઇ છે. દિકરી ભાગીને લગ્ન કરે તો મિલ્કતમાંથી નામ કમી થાય તે માટે સમગ્ર મામલે સરકારને સમાજ રજૂઆત કરશે.

દીકરી ભાગીને લગ્ન કરે તો કાયદો બનાવવા માગ

મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનવવા લડત કરશે. જેમાં 84 કડવા પાટીદાર સમાજની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ અગાઉ એસપીજી દ્વારા પણ લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી ફરજિયાત બનાવવા માગ કરી ચૂક્યું છે. તેથી હવે 84 કડવા પાટીદાર સમાજ આ મામલે સરકાર સમક્ષ રજુઆત કરશે.

લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા માગ

પ્રેમ લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનવવા માટે મહેસાણો 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. પ્રેમ લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનાવવા લડત કરશે અને સરકારને રજૂઆત કરશે. 84 કડવા પાટીદાર સમાજની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે દીકરી ભાગી જાય તેવા સંજોગોમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા સરકારને રજૂઆત કરાશે.

સમગ્ર મામલે સરકારને સમાજ કરશે રજૂઆત

મહેસાણા જિલ્લામાં 84 કડવા પાટીદાર સમાજ બહુ મોટો છે અને તમામ સ્તરે સક્ષમ સમાજ માનવામાં આવે છે. આ 84 કડવા પાટીદાર સમાજે વર્ષો પહેલા પ્રેમલગ્ન સંબંધિત ઝુંબેશ આરંભાઈ હતી, જેને હવે ફરી શરૂ કરવામાં આવી છે. 84 કડવા પાટીદાર સમાજની કારોબારી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, જો દીકરી કોઈ લેભાગુ જોડે પ્રેમજાળમાં ફસાઈને ભાગી જાય તો પ્રેમલગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજીયાત કરવામાં આવે એવી સરકાર પાસે માંગણી કરાશે. તેમજ દીકરીના પ્રેમલગ્નમાં માતાપિતા સંમતિ ના આપે અને લગ્ન નોંધણીમાં સહી ના કરે તો આપોઆપ દીકરીનો મિલકતમાંથી હક નીકળી જાય.

Leave a Reply

Your email address will not be published.