ધનતેરસે કરીલો આ શાસ્ત્રોક્ત ઉપાય, તમામ કષ્ટ દૂર થશે

DHARMIK

દિવાળી, પ્રકાશનો તહેવાર, દર વર્ષે આસોમાસની અમાસના રોજ ઉજવવામાં આવે છે. બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી કારતક માસનો પ્રારંભ થાય છે. આ દિવસે માતા લક્ષ્મીની સાથે પ્રથમ પૂજનીય શ્રી ગણેશ જીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબર સોમવારના રોજ છે. દિવાળીનો તહેવાર માત્ર એક દિવસનો નથી, પરંતુ સળંગ પાંચ દિવસનો પર્વ છે. દિવાળી ધનતેરસથી શરૂ થાય છે અને ભાઇબીજ સાથે સમાપ્ત થાય છે.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી દિવાળીનો તહેવાર દિવાળી, દીપાવલી, દીપોત્સવ, દીવોચ્છવ જેવાં વિવિધ નામે ઉજવાતો આવ્યો છે. દીપાવલી એટલે સર્વ પર્વોનો રાજા પર્વસમૂહ- વાક્બારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ. આ વખતે ધનતેરસ 22-10-2022 શનિવાર (તેરસ સાંજના 06.03થી છે લક્ષ્મીપૂજન આખો દિવસ થશે) ધનતેરસના દિવસે સોનું, ચાંદી અને વાસણોની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે કોઈ ખાસ કામ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ દિવસે કયા કામ કરવા શુભ માનવામાં આવે છે.

આખા ધાણા ખુબ જ સારા છે

ધનતેરસના દિવસે આખા ધાણાનો ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીને થોડા આખા ધાણા ચઢાવો. આ પછી બંનેની પૂજા કરો અને તમારી ઈચ્છા જણાવો. હવે આ ધાણાને ઘરની કોઈ જગ્યાએ માટીમાં દાટી દો. થોડા ધાણાને લાલ કપડામાં બાંધીને જ્યાં પૈસા રાખવામાં આવ્યા હોય ત્યાં રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને માન-સન્માન આવે છે.

ધાણાને સાકર સાથે ખાવાથી પ્રસાદ તરીકે રાખવાથી ખુબજ શુભ થાય છે. આપણે ત્યાં લગ્ન પહેલા ગોળ-ધાણા ખવડાવવાની પરંપરા આ શુભ કાર્ય પૂર્ણ થાય તેમ સમજીને જ કરવામાં આવે છે.

ધનતેરસના દિવસે દીપ દાન કરો

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે દીપકનું દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધનતેરસના દિવસે તમારા મુખ્ય દ્વાર પર પાંચ-સાત દીવા પ્રગટાવો અને તેમની દીપમાળા કરો. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *