ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં બુધનું ગોચર થવાનું છે. બુધ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે. 3 ડિસેમ્બરે ગુરુની રાશિ ધનમાં બુધનો પ્રવેશ કુંભ રાશિના જાતકો માટે તો લાભદાયી રહેશે જ સાથે અન્ય કઈ રાશિઓને ફાયદો થવાનો છે? જાણી લો.
મિથુન રાશિના સ્વામી બુધ છે એટલે જ ગોચર વખતે રાશિના સ્વામીની સીધી દ્રષ્ટિ મિથુન પર રહેતાં ગોચર ખૂબ જ શુભ ફળ આપનારું બની રહેશે. વેપારમાં તમને સારો નફો મળવાની આશા છે. જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરી રહ્યા હોય તેમના માટે સમય ખૂબ સારો રહેશે. તમને આર્થિક લાભ વધારે થઈ શકે છે. વેપારીઓ માટે સમય સારો છે અને લાંબા સમયથી અટકેલા નાણાં મળી શકે છે.
સિંહ
ધન રાશિમાં બુધનું ગોચર સિંહ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. તમને શેરબજાર અથવા લોટરીમાંથી નફો મળી શકે છે. જૂના રોકાણથી પણ લાભ થવાની અપેક્ષા છે. કાર્યક્ષેત્રે તમારું પ્રદર્શન સારું રહેશે. જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને સ્કોલરશિપ મળી શકે છે. પ્રેમ સંબંધો મામલે સમય સારો છે. તમે પોતાના પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકો છો. જે લોકો બાળકની રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે બુધનું હોચર સારા સમાચાર લઈને આવી રહ્યું છે. તમને વાહન, સંપત્તિના મામલે ગોચર ફળી શકે છે. ગોચર દરમિયાન માતા સાથેના સંબંધો મજબૂત થશે અને તેમનો પૂરતો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી કોઈ પ્રોપર્ટી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા તો તે ઈચ્છા પૂરી થઈ શકે છે. વિના કોઈ અડચણે કામ પૂરા થશે. જે લોકો રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે તેમનું નસીબ ચમકી શકે છે.
ધન
ધન રાશિના જાતકો માટે બુધનું ગોચર શુભ પ્રભાવવાળું રહેશે. પ્રોફેશનલ લાઈફમાં સુખદ પરિણામ મળી શકે છે. જે લોકો આયાત-નિકાસ, મેડિકલના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે સમય ઉત્તમ રહેશે. જીવનસાથી સાથેના તમારા સંબંધો શાનદાર રહેશે. સાથે મળીને કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. ભવિષ્યની યોજનાઓ પર કામ શરૂ કરશો. પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહેલા લોકો માટે સમય શાનદાર રહેશે.
કુંભ
કુંભ રાશિના લોકો માટે આ સમય આવકના મામલે ખૂબ ખાસ માનવામાં આવી રહ્યો છે. આના પ્રભાવથી આ રાશિના જાતકોનો ખર્ચ વધી જશે. પરંતુ તમારી આવકમાં ખાસ્સી વૃદ્ધિ થવાની અપેક્ષા છે. ભાગ્યનો સાથ મળશે. છેલ્લા એક વર્ષમાં તમે કરેલી મહેનતનું વિશેષ ફળ મળશે. જે લોકો લેખન-વાંચનના કામ સાથે જોડાયેલા છે તમને પણ વિશેષ લાભ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્ન કરી રહેલા લોકો માટે પણ સમય શાનદાર છે.