ધનિકની યુવા પત્નિને બંધાયા અન્ય યુવક સાથે શરીર સંબંધ, પતિ સંબંધોમાં વિઘ્નરૂપ લાગતાં પ્રેમી સાથે મળીને કઈ રીતે પતાવી દીધો ?

GUJARAT

ઝારખંડના જમીન કારોબારી તપન દાસની હત્યા મામલે પત્ની સહિત ત્રણને કોર્ટે દોષી જાહેર કર્યા છે. આ મામલે જજે મૃતકની પત્ની શ્વેતા દાસ ઉર્ફે બુલેટ રાની, તેના પ્રેમી સુમિત સિંહ અને સાથી સોનુને આજીવન કેદની સજા સંભળાવી છે.

કોર્ટ આ ઉપરાંત તમામને પાંચ-પાંચ હજારનો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધારે સજા કાપવી પડશે. આ મામલે તત્કાલીન એએસપી કુમાર ગૌરવ સહિત 10 લોકોની સાક્ષી થઈ હતી.

હાલ મૃતકની પત્ની શ્વેતા રાની હજારીબાગ જેલમાં બંધ છે, જ્યારે અન્ય આરોપીઓ બીજી જેલમાં છે. શમશેર રેસીડેંસીમાં રહેતા અને જમીન કારોબારી તપન દાસની હત્યા તેની પત્નીએ પ્રેમી તથા સાથીઓ સાથે મળીને કરી હતી. હત્યા કર્યા બાદને લાશને ફ્રિજમાં રાખીને 13 જાન્યુઆરીએ ઓટોથી એમજીએમ પોલીસ સ્ટેસનના બડાબાંકીની ઝાડીમાં નાંખી દીધી હતી.

મૃતદેહ મળ્યા બાદ શ્વેતા દાસે એમજીએમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં શ્વેતા દાસ ઉર્ફે બુલેટ રાનીએ જ પ્રેમી સુમિત સિંહની મદદથી પતિની હત્યા કર્યુ હોવાનું સામે આવ્યું હતું.

રેસીડેંસીમાં લાગેલા સીસીટીવીની મદદથી હત્યાનું રહસ્ય ખૂલ્યું હતું. સીસીટીવીમાં કેટલાક યુવકો ફ્લેટમાં આવતાં તથા ટેમ્પોમાં ફ્રીઝને લઈ જતાં જોવા મળ્યા હતા. જ્યારે મહિલાને ફ્રિઝ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે પહેલા તેણે ગોળ ગોળ જવાબ આપ્યા પરંતુ બાદમાં ગુનો કબૂલી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.