ધંધુકા હત્યા મુદ્દે ચોંકાવનારો ખુલાસો: મૌલવીએ બ્રેઇનવોશ કરીને હથિયાર આપ્યા બાદ હત્યા કરાવી…

GUJARAT

ધંધુકામાં એક યુવાનની હત્યા મુદ્દે જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ એક પછી એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. સબ્બીર નામનો યુવાનો આ હત્યાનો મુખ્ય કાવત્રાખોર હોવાનું સામે આવ્યું છે. આ સબ્બીર લાંબા સમયથી મુંબઇના એક મૌલવીના સંપર્કમાં હતા. જેના કારણે તે કટ્ટરવિચારધારા પણ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. કાવતરૂ રચીને જ ભરવાડ યુવાનની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

સબ્બીર જે મૌલવીના વીડિયો સાંભળતો હતો તેને જ મુંબઇ ખાતે મળવા ગયો હતો. જ્યાં તેનું બ્રેઇન વોશ કર્યા બાદ તેને અમદાવાદના જમાલપુરમાં એક મૌલવીને મળ્યો હતો. જ્યાં મૌલવીએ આ યુવાનને મારવા માટે ફરી એકવાર બ્રેઇનવોશ કર્યું હતું. આ ઉપરાંત તેને હથિયાર પણ પુરા પાડ્યા હતા. સબ્બીરે મૃતક યુવાનની વિવિધ પોસ્ટથી રોષે ભરાઇને મૌલવી પાસે હથિયારની માંગણી કરી હતી. જેના પગલે મૌલવીએ હથિયારો આપ્યા હતા.

ત્યાર બાદ મૃતક યુવાનનો પીછો કરવાનો સબ્બીર તથા તેના સાગરિતોએ શરૂ કર્યું હતું. જેમાં યુવાનનો રોજિંદો ડે પ્લાન જાણીને તેની હત્યા કરવનું ષડયંત્ર ઘડી કાઢ્યું હતું. હાલ પોલીસ આ અંગે વધારે તપાસ કરી રહી છે. આ ઉપરાંત મુંબઇ અને અમદાવાદ ખાતે રહેલા બંન્ને મૌલવીઓની ધરપકડ કરવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે. હત્યા કરનારા તમામ યુવાનો વિરુદ્ધ 302 અને 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.