ધંધુકા મર્ડર કેસ: 20 દિવસની દિકરીને ન્યાય અપાવીશુ – ગૃહરાજ્ય મંત્રી

GUJARAT

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં હત્યા કેસમાં બે મૌલવીની સંડોવણી સામે આવી છે. તેથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા તાબડતોડ ધંધુકા આવ્યા છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગામના આગેવાનો તથા ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી છે. તથા મૃતકના પરિવારને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે. તથા 20 દિવસની દિકરીને ન્યાય અપાવીશુ તેમ પણ – ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ ગઇકાલે ટ્વિટ કરી પણ આ ઘટના વિશે માહિતી આપી હતી.

શહેર, ગામડાઓમાં અફવા ન ફેલાઈ તેની તકેદારી રખાશે

હર્ષ સંઘવીએ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી છે. તથા શહેર, ગામડાઓમાં અફવા ન ફેલાઈ તેની તકેદારી રખાશે તેમ જણાવ્યું છે. તેમજ સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર છે. સમાજના અગ્રણીઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી દરેકને શાંતિ માટે જવાબદારી સોંપવામાં આવી છે. બહુ જ ઓછા સમયમાં આરોપીઓને સજા પણ થશે. તેમજ કિશનને ન્યાય અપાવવા માટે રાજ્ય સરકાર સક્રિય છે. તથા 20 દિવસની દિકરીને ન્યાય અપાવીશું. અને ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તેનું ઘ્યાન રખાશે.

હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યાં હોવાનું સામે આવ્યું

ઉલ્લેખનિય છે કે અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. જેમાં અમદાવાદના મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. અને ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ અપાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારની મુલાકાત કરી શકે છે. આ મામલે હવે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી છે. હત્યારાઓને ઘટનાને અંજામ આપવા માટેનાં હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યાં હોવાનું સામે આવ્યું છે.

SRPની 2 કંપની તૈનાત કરાઈ છે

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડરના કેસમાં ADGP નરસિમ્હા કોમારે નિવેદન આપ્યું છે કે SRPની 2 કંપની તૈનાત કરાઈ છે. તેમાં રેન્જ IG,જિલ્લા SP તપાસ કરશે. તથા આજ સાંજ સુધી રિપોર્ટ સોંપશે. તથા અત્યાર સુધી 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં આરોપીઓની ઓળખ પરેડ કરાશે. તથા સંડોવાયેલા અન્ય ઈસમો અંગે તપાસ કરવામાં આવી છે. આરોપીઓના હથિયારની રિકવરી અને તેમના સાથે સંકળાયેલા અન્ય ઇસમોની સંડોવણી અંગે તપાસ થઈ રહી છે. તથા બે આરોપી પૈકી એકનું નામ શબ્બીર છે. તેમજ ફાયરિંગ કરનાર આરોપીઓની તસવીર સામે આવી છે.

જાણો શું હતી સમગ્ર ઘટના:

અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં મંગળવારે ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને પગલે પોલીસે તપાસ કરી તો મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી. જેને લઈને પોલીસ કાર્યવાહી થઈ હતી અને અંતે સમાધાન પણ થયું હતું. જો કે ફરીવાર એ પોસ્ટને લઈને ફાયરિંગ કરી પોસ્ટ કરનારની હત્યા કરાઈ છે. જેને લઈને ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાતા અમદાવાદ જિલ્લા પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ધંધુકા ફાયરિંગ મર્ડર પ્રકરણમાં 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં ધંધુકા ખાતેથી અમદાવાદ એસપી વીરેન્દ્રસિંહે માહિતી આપી છે. તથા પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી ચક્રો ગતિમાન કરી 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. તથા હાલ બંને આરોપીની તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. ધંધુકાના મોઢવાડાના ડેલું પાસે મંગળવારે કિશન નામનો યુવક જુના ઘર પાસે જતો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ આવીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુવકને સારવાર મળે તે પહેલા જ તે સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. જેમાં સમગ્ર ઘટનાને પગલે મૃતક યુવકના જ્ઞાતિજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.