ધમકી ન આપવી, એક થપ્પડ મારીશ તો બીજીવાર ઉભો નહીં થઈ શકે, ઉદ્ધવ ઠાકરેનો ગુસ્સો સાતમાં આસમાને

nation

ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડેએ ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ શિવસેના ભવનને તોડી નાખશે. મુંબઈના દાદર સ્થિત શિવસેના ભવન પર હુમલો કરવાની આ ધમકી પછી, શિવસેનાના નેતાઓએ પલટવાર કર્યો છે. ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે હવે શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, અત્યાર સુધીમાં ટિકા-ટિપ્પણી સાંભળવાની આદત પડી ગઈ છે. જો કોઈ વખાણ કરે તો મને ડર લાગે છે. તે ડાયલોગ છે ને, થપ્પડ સે ડર નહીં લગતા… પણ અમે આવી થપ્પડ લેતા અને આપતા રહ્યા છીએ. જેટલી ખાધી તેનાથી બમણી મારી પણ છે. હું આગળ પણ મારીશ. તેથી અમને થપ્પડ મારવાની ધમકી આપશો નહીં. હું તમને એક જ થપ્પડ મારીશ કે તમે ફરી ક્યારેય ઉઠી શકશો નહીં. આ થોડા શબ્દોમાં મુખ્યમંત્રીએ ભાજપના નેતાના હુમલાનો જવાબ આપ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે પણ જવાબ મળ્યો

આ દરમિયાન શિવસેના ભવન તોડી પાડવાના પ્રસાદ લાડના નિવેદન બાદ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ શિવસૈનિકોની આક્રમક પ્રતિક્રિયાનો ઉત્તર આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, તોડફોડ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ નથી. પ્રસાદ લાડે પોતાનો વીડિયો બહાર પાડીને સ્પષ્ટતા પણ આપી છે. આ મુદ્દો અમારી બાજુથી સમાપ્ત થઈ ગયો છે. અમે કોઈને કારણ વગર ચીડવતા નથી. જો કોઈ અમને ચીડવે છે તો અમે તેને છોડતા નથી.

હકીકતમાં 31 જુલાઈએ દાદરમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રસાદ લાદે કહ્યું હતું કે જો દક્ષિણ મધ્ય મુંબઈમાં ક્યાંય પણ મોરચો હશે તો અમે જઈશું. જો શિવસેનાને લાગે છે કે જો અમે માહિમમાં આવીએ છીએ, તો અમે શિવસેના ભવન તોડવા આવ્યા છીએ, તો અમે તેમને એટલુ કહેવા માગીએ છીએ કે. જો સમય આવશે તો અમે સેના ભવનને પણ તોડી નાખીશું. ભાજપના નેતા પ્રસાદ લાડના આ નિવેદન બાદ શિવસૈનિકો આક્રમક બન્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ ગુસ્સે થયા. તેમણે પણ પ્રસાદ લાડના આ નિવેદનનો જવાબ આજે વરલીમાં BDD ચોલ રિડેવલપમેન્ટ સંબંધિત ઉદઘાટન કાર્યક્રમમાં બોલતી વખતે આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *