દેવગુરુ બૃહસ્પતિ મકરમાં થશે અસ્ત, આ 6 રાશિઓએ રહેવુ પડશે ખુબજ સાવધાન

DHARMIK

દેવગુરુ બૃહસ્પતિ (Guru ast 2021) આવતી કાલે એટલે કે 19 મી જાન્યુઆરીએ મકર રાશિમાં અસ્ત થવા જઇ રહ્યા છે. આ દિવસે ગુરુ સાંજે 5:52 વાગ્યે અસ્ત થશે અને 14 ફેબ્રુઆરી સુધી આ અવસ્થામાં રહેશે. તમામ શુભ કાર્યો મકરસંક્રાંતિથી(Makar Sankranti) શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ગુરુના અસ્ત થવાને કારણે લગ્ન કે કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નહીં થાય. ગુરુના અસ્ત થવાની અસર બધી રાશિ પર પણ જોઇ શકાય છે. જો કે 6 રાશિઓ માટે આ સમય થોડો સંભાળીને રહેવા જેવો ખરો. મુશ્કેલીઓ વધી શકે છે.

મેષ રાશિ
આપના નોકરી-ધંધાના પ્રશ્નોનું ફ્ળ વિલંબિત થતું લાગે. સામાજિક કામ-પ્રસંગ અંગે સાનુકૂળતા. ખર્ચ ટાળજો.

વૃષભ રાશિ
અંગત સમસ્યાનું સમાધાન મળતું જણાય. દેવકૃપાએ પ્રગતિકારક કાર્યરચના થતી જણાય.

મિથુન રાશિ
મનની મુરાદ મનમાં રહેતી જણાય. વિઘ્નને પાર કરી આગળ વધી શકશો. ચિંતા હળવી બની જતી લાગે.

કર્ક રાશિ
લાભની આશા ઠગારી નીવડતી જણાય. માનસિક અજંપો દૂર થાય. સામાજિક કાર્ય કરી શકશો.

સિંહ રાશિ
ઉતાવળા નિર્ણયો ટાળજો. લાભ દૂર જતો લાગે. આપની ગૃહજીવનની શાંતિ હણાય નહીં તે માટે શાંતિ રાખજો.

કન્યા રાશિ
પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. કોઈની મદદ ઉપયોગી બને. સ્નેહી-સ્વજનથી મિલન.

તુલા રાશિ
મહત્વનાં કામકાજોને આગળ ધપાવી શકશો. નિરાશા દૂર થતી જણાય. ખર્ચ-ખરીદી થતી લાગે.

વૃશ્ચિક રાશિ
આપની યોજનાને સાકાર કરવાના માર્ગ આડેના અવરોધો ધીમેધીમે દૂર થતાં જણાય. સ્નેહીથી સહકાર. નાણાભીડ.

ધન રાશિ
આપના વિશ્વાસનો ભરોસો તૂટતો લાગે. દયાની આશા પર પાણી ફ્રતું લાગે. આવકનો માર્ગ સર્જાય.

મકર રાશિ
આપના નોકરી-ધંધાનાં કામકાજો ફળદાયી બને. સામાજિક પ્રવૃત્તિઓથી વ્યસ્તતા જણાય. તબિયત સચવાતી લાગે.

કુંભ રાશિ
આવક કરતાં જાવક વધવા ન દેશો. ચિંતાનો હલ મળતો જણાય. સ્વાસ્થ્ય જાળવજો.

મીન રાશિ
આપની અંગત ચિંતા-વ્યથા દૂર થાય. દેવકૃપાએ સારી તક સર્જાતી જણાય. ગૃહવિવાદ ટાળજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *