ધનતેરસ પર વિશેષ યોગ, સૂર્ય, મંગળ,બુધ તુલા રાશિમાં

GUJARAT

ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. તેને ધન ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતી પણ કહેવામાં આવે છે. ધનતેરસ સાથે, પાંચ દિવસનો દિવાળી તહેવાર શરૂ થાય છે, જેમાં ધનતેરસ, નરક ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા અને અંતે ભાઇબીજનો તહેવાર ઉજવવામાં આવે છે.

આ વખતે આ તહેવાર મંગળવાર, 2 નવેમ્બર, 2021 ના ​​રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે ધનતેરસ પર ખરીદી અને પૂજા માટે અનેક શુભ અને વિશેષ ફળો મળે તેવા યોગ આવી રહ્યા છે. સાથે જ રોકાણકારો માટે વિશેષ યોગ બની રહ્યા છે.

ધનતેરસ પર ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ
આ વર્ષે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ બની (Tripushkar Yoga 2021 on Dhanteras) રહ્યો છે. આ યોગમાં તમે જે પણ કામ કરો છો તેનું ત્રણ ગણું ફળ મળે છે. તેથી આ વખતે રોકાણકારો માટે સારી તક છે. આ દિવસે ખરાબ કાર્યો કરવાથી બચો. આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું ત્રણ ગણું ફળ મળે છે. આ દિવસે સોના અને ચાંદીમાં રોકાણ કરવું પણ શુભ રહેશે.

ત્રણ ગ્રહો એક સાથે
ધનતેરસના દિવસે સૂર્ય, મંગળ અને બુધ તુલા રાશિમાં સંક્રમણ કરશે. બુધ અને મંગળનો સંયોગ ધન યોગ બનાવે છે, જ્યારે સૂર્ય-બુધનો સંયોગ બુધાદિત્ય યોગ બનાવશે. આ યોગને રાજયોગ જેટલો વિશેષ માનવામાં આવે છે. તુલા રાશિ માટે રાજ યોગ બની રહ્યો છે, મંગળ-બુધનો સંયોગ વેપાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, આ દિવસે રોકાણ કરીને સારૂ ફળ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published.