દસમામાં ભણતી વિદ્યાર્થીનીને 38 વર્ષનો પાડોશી ટેરેસ પર લઈ ગયો ને નગ્ન કરીને બાંધ્યા શરીર સંબંધ, જાણો પછી શું થયું ?

GUJARAT

સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં 10 ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 38 વર્ષીય રાહુલ અંકલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. બિલ્ડીંગ પરના ધાબા પરની પાણીની ટાંકીનો કોક બંધ કરવા જતી વખતે એકલતાનો લાભ લઈ બળજબરી કરી હતી. 15 વર્ષીય કિશોરીએ માતાને વાત કેહતા માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે પોક્સો અને દુસ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની શોધ શરૂ કરી છે.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 15 વર્ષીય સગીરા છે, જે ધો-10માં અભ્યાસ કરે છે. ગત શનિવારે સગીરાની માતાને હાથે દુખાવો થતા માતા-પિતા બંને દવાખાને ગયા હતા.

બીજી તરફ સગીરા ઘરે એકલી હતી. આ તકનો લાભ લઈ આરોપી રાહુલે સગીરાને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી. સગીરા રાહુલને કાકા માનતી હોવાથી ત્યાં ગઈ હતી. આ સમયે રાહુલે પોત પ્રકાશ્યું હતું અને તની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

દરમિયાન માતા-પિતા દવાખાનેથી પરત ફરતાં દીકરી ગભરાયેલી જોવા મળી રહી હતી.

ત્યારે માતાએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર હકિકત જણાવી હતી. આથી રાહુલને પૂછતાં તેણે માંફી માંગી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ કરતાં આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *