દહેજમાં રુપિયા અને ગાડી ન મળતા પતિએ અકુદરતી સંબંધ બાંધી હેવાનિયતની હદ વટાવી

nation

દહેજનું દૂષણ આજની 21 સદીમાં પણ આપણા સમાજમાંથી દૂર થયું નથી. આ કારણે અનેક મહિલાઓનું જીવન બગડી રહ્યું છે. જ્યારે ઘણી મહિલા દહેજના ખપ્પરમાં હોમાઈ જાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ચૂરુમાં સામે આવી છે જ્યાં 27 વર્ષની મહિલાએ પોતાના પતિ ઉપર દહેજની માંગ પુરી ન થવા ઉપર અકુદરતી સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે. આરોપીએ પોતાની પત્નીનો અશ્લિલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાની ફરિયાદ ઉપર પોલીસે પતિ સહિત છ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ પીડિતાનું રાજકીય ભારતીય હોસ્પિટલમાં મેડિકલ બોર્ડની રચના કરીને મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતાં.

મીડિયા અહેવાલો મુજબ ચૂરુ શહેરમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. કે વર્ષ 2020માં તેના લગ્ન અનૂપગઢમાં થઈ હતી. પીડિતા પ્રમાણે ઓછું દહેજ મળતા તેની સાથે મારપીટ કરવામાં આવી રહી છે. આ બધું તે સહન કરી રહી હતી. તેનો પતિ તેની સાથે મારામારી કરતો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે હત તો ત્યારે થઈ હતી જ્યારે દહેજ માટે તેના પતિએ તેની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધવા લાગ્યો હતો. સાસુ, સસરા અને નણંદ દહેજમાં 10 લાખ રૂપિયા લાવવા અને કારની માંગણી કરી હતી.

પતિ તેને ધમકી આપતો હતો અને તેની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બાંધવાનું શરુ કરી દીધું હતું. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહી છે તો તેના અશ્લીલ વીડિયો ઈન્ટરનેટ ઉપર વાયરલ કરી દેશે. સતત અપ્રાકૃતિક શરીર સંબંધો અને ઘરેલું હિંસાના કારણે તે શારીરિક અને માનસિક રૂપથી પરેશાન રહેવા લાગી હતી. 19 જુલાઈ 2021ના દિવસે મહિલાએ પોતાની પુત્રીને મળવા માટે અનૂપગઢ પહોંચ્યા જ્યાં પતિ સહિત સાસરી પક્ષના લોકોએ બંને સાથે મારામારી કરી હતી અને ઘરેની કાઢી મૂક્યા હતા.

ચારુ મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સતપાલ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, એક ફરિયાદ મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પરિણીતાને દહેજ માટે પરેશન કરવામાં આવતી હતી. એટલું જ નહીં પતિ તેની સાથે અપ્રાકૃતિક શરીર બાંધીને યૌનાચાર કરી રહ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક સમયમાં પણ દહેજપ્રથા જોવા મળે છે. સમાજમાં દહેજ માટે સાસરીના લોકોનો પરિણીતા ઉપર ત્રાસ ગુજારવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *