દહેજ ભૂખ્યા સાસરીયાઓએ પરિણીતા સાથે કર્યું આ કામ

GUJARAT

લગ્નના અઢી જ વર્ષમાં સાસરીયાઓએ પરિણીતાને તને ખાવાનું બનાવતા અને બોલતા ચાલતા આવડતું નથી તેમ કહી તારે અહીંયા રહેવું હોય તો તારા પિતા પાસેથી દસ લાખ રૂપિયા લઈ આવ તેમ કહી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ દહેજભૂખ્યા સાસરીયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદના નવા બિલોદરામાં રહેતી યુવતીના લગ્ન આણંદના તારાપુરમાં રહેતા રાકેશ મફતભાઈ તળપદા સાથે થયા હતા. જો કે લગ્ન બાદ સાસરીયાઓ તને જમવાનું બનાવતા આવડતું નથી, બોલતા ચાલતા આવડતું નથી, તારા હાથનું જમવાનું કોઈને ભાવતું નથી તેમ કહી મહેણા ટોણા મારતા હતા. ઉપરાંત તેની વિરુદ્ધ તેના પતિને પણ ચઢવણી કરતાં હતા.

દાદાસસરા પણ તારી પત્નિ તારા કામની નથી, અમને ગમતી નથી, અમે તારા માટે બીજી પત્નિ સારા પૈસાવાળી લાવી આપીશું તેમ જણાવી તારા પિતા એસઆરપીમાં નોકરી કરે છે, તો તારા પિતાને ત્યાંથી દસ લાખ રૂપિયા લઈ આવ અમારે રાકેશને ધંધા માટે બીજી બગી અને ઘોડા લઈ આપવાના છે. પતિ અને સાસુએ પણ તારે અહીંયા રહેવું હોય તો પૈસા લઈ આવ, નહીં તો ઘરમાંથી નીકળી જા તેમ કહી અપશબ્દો બોલી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.

યુવતીના માતા – પિતા સાસરીપક્ષને સમજાવવા જતા તમારી દિકરીને અહીં રાખવી હોય તો દસ લાખ આપવા પડશે તેમ કહી અપમાનતિ કરી કાઢી મૂકતા આખરે આ મામલે યુવતીએ અરજી બાદ મહિલા પોલીસ મથકે પતિ, સાસુ જશોદા તળપદા, કોમલ નિમેષ વાઘેલા, નિમેષ સુરેશ વાઘેલા, રમણ મંગળ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published.