પતિ-પત્ની વચ્ચે વિવાદ થવો એ સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક આવો વિવાદ કે પછી શંકાના કારણે પતિ-પત્નીના સંબંધો વણસતા હોય છે. સુરત શહેરના કોટ વિસ્તારમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ સિરિયલ જોઈને આ ક્રિમિનલ પતિ પોતાની પત્ની પર ભયંકર અત્યાચાર ગુજારતો હતો.
ઘરની બારી અને બારણાંઓ બંધ કરી પત્નીના મોંઢામાં વેલણ નાખી દેતો અને પછી ટીવીનો અવાજ ફૂલ કરીને તેને ઢોર માર મારતો. એટલું જ નહીં પરિણિતાનો આક્ષેપ છે કે, તેને માર મારતા પહેલાં તે એવું કહીને જતો કે, આજે સાંજે આવીશ ત્યારે તને ફટકારીશ. પતિને છેલ્લાં ત્રણ મહિનાથી ક્રાઈમની સિરિયલો જોવાની આદત પડી ગઈ હતી. જેથી તે તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો અને ટીવીમાં બતાવવામાં આવે એ રીતે ત્રાસ ગુજારતો હતો.
ક્રાઈમની સિરિયલો જોઈ ત્રાસ ગુજારતો
છેલ્લાં ત્રણેક મહિનાથી પતિને ક્રાઈમ સિરિયલ જોવાની ટેવ પડી ગઈ હતી. હવે આ સિરિયલોમાં જે રીતે ત્રાસ ગુજારવામાં આવતો એ રીતે તે તેની સાથે ત્રાસ ગુજરાતો હતો. પત્ની પર શંકા રાખીને પતિ તેને ભયંકર માર મારતો હતો. ક્રાઈમની સિરિયલ જોઈને પતિ પત્નીના મોંઢામાં વેલણ ઘૂસાડી દેતા અને ઘરના બારી તથા દરવાજા બંધ કરી દેતો. બાદમાં ટીવીનો અવાજ ફૂલ કરીને તેને માર મારતો હતો.
પતિ જે કહે તે કરીને બતાવતો
પરિણિતાનો આક્ષેપ છે કે, જ્યારે પણ તે તેને માર મારતો એ પહેલાં તેને કહીને જતો હતો કે, સાંજે આવીને તેને ફટકારશે. એવું પણ કહેતો હતો કે, હવે તે મરી જશે અને તેને પણ મારી નાખશે. તેણે આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી પરિણિતાને ડર છે કે તેનો પતિ તેને મારી નાખશે. એટલે તે તેની સાથે રહેવા માટે તૈયાર નથી. જો કે, હાલ તો આ પરિણિતાને સખી વન સ્ટોપમાં મોકલવામાં આવી છે. સાથે જ પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.