કોરોના વાયરસના ખાતમા માટે વેક્સીન જ જરૂરી નહીં રહે, આ કંપનીએ વિકસાવી નવી ટેબ્લેટ

Uncategorized

ભારતમાં કોરોના વાયરસના ડબલ મ્યુટેને હાહાકાર મચાવ્યો છે. દેશની મેડિકલ વ્યવસ્થા જાણે રમણ ભમણ કરી નાખી છે. કોરોનાને નાથવા જોરશોરથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ રસી બનાવતી કંપનીઓની ઉપ્તાદન ક્ષમતા મર્યાદિત હોવાથી રસીકરણ અભિયામમાં વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે. પરંતુ હવે એક કંપનીએ કોરોનાના મારણ માટે રસીની સાથો સાથ એક નવી દવા પણ વિકસાવી છે.

કંપની હવે કોવિડ-19ની સારવાર માટે ઓરલ એન્ટીવાયરલ દવા બનાવાશે. જે એક ઓરલ અને બીજી ઈન્જેક્ટેબલ હશે. આ દવા લગભગ વર્ષાંત સુધી તૈયાર થવાની કંપનીની ગણતરી છે. વેક્સીન બનાવતી એવી અમેરિકાની ફાઈઝર કંપની તરફથી આ ટેબ્લેટ વિકસાવવામાં આવી રહી છે.

ફાઈઝર ફાર્માના સીઈઓ અલ્બર્ટે જણાવ્યું હતું કે, એન્ટીવાયરલ પર કામ કરતા બની રહેલી ઈન્જેક્ટેબલ અને બીજી ઓરલ દવાના ઘણાં ફાયદા છે. ઓરલ દવાથી હવે તમારે હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે. માત્ર એક ગોળી ગળવાથી જ કોરોના સામે રક્ષણ મળશે. આ સિવાય બીજી ઈન્જેક્શન વાળી દવાને કારણે ઘરે જ ઈન્જેક્શન લગાવી શકશો અને કોરોના સામે લડી શકશો. આ દવાના ડેવલપની પ્રક્રીયા શરૂ છે. જો બધુ સારૂ રહ્યું અને આ ગતિએ કામ ચાલ્યું તથા નિયામકની સમયસર મંજૂરી મળી જશે તો વર્ષના અંત સુધીમાં આ દવા બજારમાં આવી જશે.

અમેરિકામાં ફાઈઝર જર્મનીની બાયોએનટેક સાથે મળીને ફાઈઝર આ ઓરલ ડ્રગ બનાવી રહી છે. ગત મહિને કંપનીએ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે તેની કોરોના રસીને 12થી 15 વર્ષના બાળકો માટે ઈમરજન્સી મંજૂરી માંગી હતી. આ ઉપરાંત 6 માસથી 11 વર્ષના બાળકો માટે પણ આ દિગ્ગજ ફાર્મા કંપની રસી બનાવી રહી છે.

જોરદાર અસરકારક હશે આ દવા

અલ્બર્ટે એમ પણ કહ્યું હતું કે, હાલ બજારમાં કોરોના સામે દવા તરીકે જે વિકલ્પો છે, તેની સરખામણીએ વાયરસના મલ્ટીપલ વેરિએન્ટ સામે આ વધુ પ્રભાવશાળી હોઈ શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દવા ઘણાં બધા વેરિએન્ટ સામે લડવા સક્ષમ હશે.

Leave a Reply

Your email address will not be published.