હાલ કોરોના સામે આખું વિશ્વ જાણે જંગ લડી રહ્યું હોઈ એમ લડી રહ્યું છે પણ આપણા અહીં ભારતમાં સ્થિતિ થોડી વધુ ભયાનક છે અને હવે સાવચેત રેહવું ખુબજ અગત્યનું છે.. ત્યારે આજે આપણે વાત કરીશું કીવીના જ્યુસ ની.. જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારી રહ્યું છે અને કોરોના સામે લડવા શક્તિશાળી છે..
કીવીનું ફળ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને ગરમીમાં તેનું જ્યૂસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમા વિટામીન સી, ઇ, કે, ફોલેટ, પોટેશિયમ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ કોરોનાની સાથે અન્ય વાયરલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય….
બનાવવાની રીત
સૌથી પ્રથમ કીવીને દોઇને બરાબર છોલી લો. હવે તેને સમારીને ખાંડ અને પાણીની સાથે બ્લેન્ડ કરી લો. હવે તેને ગળણીથી ગાળી લો. તૈયાર જ્યૂસ ગ્લાસમાં લઇ લો હવે તેમા મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમા બરફ ઉમેરીને ઠંડુ-ઠંડુ સર્વ કરો. તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવાની સાથે સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે.