કોરોના સામેની જંગમાં ગુજરાતના આ ગામડાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, ‘જ્યાં કોરોના હાર્યો છે અને ગામ જીત્યું છે’

GUJARAT

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, ત્યારે દ્વારકા જિલ્લામાં આવેલું એક એવું ગામ છે. જેને સહુ કોઈને એક સુંદર સંદેશ આપ્યો છે. આ ગામ છે કાનપર શેરડી ગામ… જ્યાં કોરોના હાર્યો છે અને ગામ જીત્યું છે. અહીં એક પણ કેસ હજુ સુધી નોંધાયો જ નથી.

કલ્યાણપુર તાલુકામાં આવેલું નાનું પણ સજાગ એવું ગામ એટલે કાનપર શેરડી ગામ.. જેને કોરોનાની નોંધ ગંભીરતાને પહેલાંથી જ લીધી હતી એટલે જ આજે પણ આ ગામમાં એક પણ કોરોનાનો કેસ હજુ સુધી નોંધાયો નથી. આ ગામની એકતા અને ગામના લોકો પણ આ શ્રેયના ભાગીદાર છે. નાના એવા આ ગામમાં કોરોના ક્યારનો આવી જાત. પરંતુ આ ગામે કોરોનાની નોંધ ગંભીરતાથી લીધી અને કોરોનાની પ્રથમ લહેરથી લઈ બીજી લહેર સુધી આ ગામે ખૂબ સાવચેતી અને સાવધાની દાખવી જેના ફળસ્વરૂપે આ ગામમાં આજે પણ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ગામે લોકડાઉનનો ચુસ્તપણે પાલન કર્યો સાથે હાલમાં પણ આ ગામે સ્વૈચ્છિક લોકડાઉન રાખી કોરોનાની દુરી બનાવી રાખી છે.

કાનપર શેરડી ગામ જેવી સાવધાની જો અન્ય ગામડાઓએ રાખી હોત તો આજે કોરોના ગામડાઓમાં પ્રવેશી ન શક્યો હોત. કાનપર શેરડી ગામે પ્રથમ લોકડાઉન આવ્યા બાદ ખૂબ સાવધાની રાખી ગામમા કડક નિયમો બનાવી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કર્યું. આ ગામના સરપંચ ગામડાના છે. પરંતુ ખૂબ મોટી અને સાહસિક જવાબદારી સાથે ગામના આરોગ્યની તેમને ચિંતા કરી ગામ લોકોને સાથે રાખી કડક નિયમો બનાવી ગામને આ મહામારીથી દૂર રાખ્યું..

આ ગામમાં દુકાનો માત્ર ગણતરીની કલાક માટે ખુલે અને બંધ થઈ જાય સાથે બિનજરૂરી ગામમાં કોઈ પણ વ્યક્તિ આંટાફેરા ન મારે તે માટે ડ્રોન કેમેરાની મદદથી ગામમાં જડબેસલાક ત્રીજી આંખથી નજર રાખી માસ્ક વિના દુકાનદાર માલ ન આપે તેવી સુંદર વિચારધારા સાથે દરેકને માસ્ક પહેરવા ઉત્સાહિત કર્યા. ગામની બાજુના ગામોમાં કોરોનાએ એન્ટ્રી કરતા આ ગામે લોકડાઉનની સાથે નિયમોને કડક બનાવ્યા અને આ જ નિયમોએ આજે આ ગામને કોરોનાથી દૂર રાખ્યા. કાનપર શેરડી પાસેના ગામોમાં કોરોનાનો કહેર વધતા આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી ગામ અંદર બહારના વ્યક્તિઓને પ્રવેશ આપવો નહીં. ગ્રામ પંચાયતે ખૂબ કડક અમલવારી સાથે ગ્રામજનોને સાથે રાખી નિયમો વધુ કડક કરતા બહારનું સંક્રમણ ગામમાં દાખલ જ ન થયું .જેથી આ ગામ આજ દિન સુધી કોરોના મુક્ત ગામ બની રહ્યું છે.

ગુજરાતના દરેક ગામડાએ આવી જ કડક અમલવારી કરે તો ચોક્કસ ગામડાઓમાં કોરોના જલ્દી નીકળી શકે એમ છે. કાનપર શેરડી ગામે કોરોના સામે અગાઉથી જ આગોતરું આયોજન કરેલ રાખ્યું છે. ગામમાં એક પણ પોઝિટિવ કેસ આવેલ ન હોવા છતાં અહીં અત્યારથી કોવિડ સેન્ટર તૈયાર કરી રાખવામાં આવ્યું. જેથી સંક્રમણ ફેલાઈ નહીં અને લોકોને સારવાર શ્રેષ્ઠ ગામડામાં જ ઘર પાસે મળી રહે આ ગામે બધા ગામોને શહેરોને એક નવી દિશા અને રાહ ચીંધી છે.

ગામડાનો માણસ અશિક્ષિત અને ખેડૂત વર્ગનો કહેવાય છે, પરંતુ આ ગામે શહેરો અને અન્ય ગામડાઓને કોરોના સામેની જંગ લડતા શીખવાડ્યું છે. ગુજરાતના અન્ય ગામડાઓમા જરૂર છે. આવા સ્વૈચ્છિક અને કડક લોકડાઉનની જેની અસરથી આજે પણ કોરોનાનું સંક્રમણ ઘટી શકે અને વ્યવસ્થા પણ ન ખોરવાય કાનપર શેરડી જેવા ગામડા સાચા અર્થમાં યોદ્ધા સાબિત થયા છે. સાચા અર્થમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ આ ગામે સાબિત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.