‘કોરોનાની દવા છે’ કહી સંતાનો સાથે મોભીનું વિષપાન, પુત્રનું મોત, પિતા-પુત્રી ગંભીર, ‘મરવું સહેલું નથી પણ મજબુરી છે’

GUJARAT

રાજકોટમાં છેતરપીંડી-આર્થિક ભીંસથી કર્મકાંડી યુવાનનું આત્યંતિક પગલું.. પત્નીએ દવા પીવાને બદલે પોલીસને જાણ કરી: સ્યુસાઈડ નોટમાં બે વકીલોએ મકાન વેચાણમાં છેતરપીંડી કર્યાનો ઉલ્લેખ

લોકડાઉનને લીધે અનેક પરિવારોના માળા પીંખાઇ ગયા છે ત્યારે રાજકોટના શાસ્ત્ર્રીનગરમાં રહેતા કર્મકાંડી યુવાને દીકરા-દીકરીને કોરોનાની દવા છે તેમ કહી ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લેતા બાળકોને ઉલટી થવા લાગતા પત્નીએ દવા પીધી ન હતી ત્રણેયને હોસ્પીટલે ખસેડાતા યુવાન પુત્રનું મોત થયું છે જયારે પિતા-પુત્રની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના નાના મૌવા રોડ ઉપર શાસ્ત્ર્રીનગર શિવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડ સાથે સંકળાયેલા કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાંબડીયા ૪૦ વર્ષ, પુત્રી કૃપાલી ૨૨ વર્ષ અને પુત્ર અંકિત ૨૧ વર્ષને ગત રાત્રે ઝેરી અસર થઇ જતા સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસનો સ્ટાફ્ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે કમલેશભાઈને કર્મકાંડનો ધંધો ચાલતો નથી દીકરીની સગાઇ થઇ ગઈ છે બંને બાળકોના લગ્ન કરવા માટે મકાન વેચવા કાઢયું હતું પરંતુ જેનો સાટાખત કર્યો હોય તેના ૨૦ લાખ મળ્યા હતા ૧ કરોડ રૂપિયા બાકી હતા ધંધામાં મંદી અને આર્થિક સંકડામણ વધી જતા ગત રાત્રે ઝેરી દવા અલગ અલગ ચાર બોટલમાં ભરીને ઘરે ગયા હતા અને બધાને કોરોનાની દવા છે આ પીવાથી કોરોના નહિ થાય તેવું કહી અંકિત અને કૃપાલીને પ્રથમ દવા પીવડાવી હતી પત્નીને પીવડાવે તે પૂર્વે બંને બાળકો ઉલટી કરવા લાગતા પત્નીએ દવા પીધી ન હતી અને પત્નીએ તુરંત પોલીસને જાણ કરી હતી ત્યારે કમલેશભાઈએ પણ દવા પી લેતા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા જ્યાં સાંજે પુત્ર અંકિતનું સારવાર દરમિયાન મોત થયું હતું જયારે પિતા-પુત્રીની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે પોતે મકાન વેચવા માટે કાઢયું હતું તેના બાકી પૈસા મુદે વકીલ સહિતનાઓએ ખોટી અરજી કરી હેરાનગતિ કરતા હોવાનો સ્યુઆઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

મરવું સહેલું નથી પણ મજબુરી છે: સ્યુસાઈડ નોટ – સૌને જય શ્રાી કૃષ્ણ મારે મરવાનું કારણ આર ડી.વોરા તથા દિલીપ કોરાટ જેણે મારું મકાન લીધુને ૬૫ લાખનો ખોટો આરોપ મુકેલ મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કર તથા મકાનના હપ્તા ચડી ગયા છે ૨ કરોડ ૧૨ લાખ મારા હિતેશ તથા ભાવિન લઈને જતા રહ્યા છે ( સોની ) ત્યારથી મારી મુંજવણ વધી ગય છે મને ખબર છે હું સમજી વિચારીને આ પગલું ભરું છું છેલ્લે બાર લાખની ખાસ જરૂર હતી તો નરેન્દ્ર પૂજારાને મેં સાટાખત ભરીને ૧૨ લાખમાં સાટાખત ભરેલ છે ઘણું લખવું છે ઉતાવળમાં લખું છું સમય નથી મને બધા બવ યાદ આવે છે મરવું સહેલું નથી પણ મજબુરી છે કોરોનામાં કામ કાજ નથી સમય ખરાબ આવીગયો છે બધાના નામ નથી લેતો પણ બધાને જય શ્રાી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published.