ઉત્તર કોરિયાની માનવાધિકાર કાર્યકર્તા યેનોમી પાર્કે સમરમુખત્યાર કિમ જોંગ ઉન વિરૂદ્ધ સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. કિમ જોંગ ઉને તેના કેંસર પીડિત પિતાને ભાયનક કંસ્ટ્રેશન કેંપમાં કેદ કરી દીધા હતાં. ત્યાર બાદ પાર્કે વર્ષ 2007માં માનવ તસ્કરી માટે લાંચ આપીને કેમ્પમાં બંધ લોકોને અમેરિકા પહોંચાડી દીધા હતાં. હવે પોર્ક કિમ જોંગ ઉનનું કાળુ સત્ય લોકો સામે લાવી રહી છે. તેને ધડાકો કરતા કહ્યું છે કે, કિમ જોંગ ઉન પોતાની સાથે 2000 જેટલી seક્સ સ્લેવ રાખે છે.
યેનોમી પાર્કે કિમ જોંગ ઉનના રંગીન મિજાજને લઈને પણ ઘડાકો કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, કિમ જોંગ ઉન કોરોના કાળમાં પણ 2000 સેક્સ સ્લેવ પોતાની સાથે જ રાખે છે. કિમ જોંગ ધરતીના સ્વર્ગ કહેવાતા વોન્સન કંપાઉન્ડમાં ક્વારન્ટાઈન રહી ચુક્યા છે. આ મહિલાઓને પ્લેઝર સ્ક્વોડ કહેવામાં આવે છે. આ મહિલાઓ કિમ જોંગ ઉન સાથે જ અનેક હાઈ-પ્રોફાઈલ અને એલીટ ક્લાસ લોકોનું મનોરંજન કરવા માટે પણ હંમેશા હાજર રહે છે. જોકે પાર્કને ડર સતાવી રહ્યો છે કે, અમેરિકામાં રહેવા છતા કિમ જોંગ ઉન તેની હત્યા કરાવી શકે છે.
પાર્ક જ્યારે પણ કોઈ જાહેર કાર્યક્રમમાં જાય છે ત્યારે તેની સાથે સુરક્ષા વ્યવસ્થાનો ઘેરો હોય જ છે. તેણે કહ્યું છે કે, હું છેલ્લા ઘણા વર્ષોથી કિમ જોંગના નિશાને છું. મને હંમેશા ડર સતાવતો રહે છે કે, તેના માણસો મને ગમે ત્યારે મારી શકે છે. મને ધમકીઓ પણ મળતી રહે છે અને મારી સિસ્ટમ પણ અનેક વાર હેક થઈ ચુકી છે. પાર્કે કહ્યું હતું કે, ઉત્તર કોરિયાએ મને દેશની દુશ્મન ગણાવી છે કારણ કે હું અને મારી માતા દેશ છોડીને ભાગી ગયા હતાં. જેથી મારા પરિવારની ત્રણ પેઢીને તેની સજા આપવામાં આવી રહી છે. માતા તમામ સગા સંબંધીઓની કાંતો હત્યા કરી નાખવામાં આવી છે અથવા તો તેમને જેલભેગા કરી દેવામાં આવ્યા છે.
પોર્કે વધુ એક ધડાકો કરતા કહ્યું હતું કે, પત્રકાર જમાન ખશોગી જેવા અનેક વરિષ્ઠ પત્રકારોને તુર્કી જેવા દેશોમાં મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે. જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, સરમુખત્યાર બીજા દેશોમાં પણ હત્યાને અંજામ આપી શકે છે. જેથી મને પણ મારા જીવની ચિંતા રહ્યા કરે છે.
ઉલ્લેખનીય છે કે, કિમ જોંગ ઉને વર્ષ 2017માં પોતાના પિતરાઈ ભાઈ કિમ જોંગ નેમને એક નર્વ એજન્ટ દ્વારા મરાવી નાખ્યો હતો.