કોન્ડોમ એચઆઇવી-એડ્સ સિવાય યૌન સંક્રમણથી પણ બચાવે છે. સુરક્ષિત યૌન સંબંધો માટે હંમેશા જ કોન્ડોમ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેની સાથે કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે જે અંગે કદાચ જ તમે જાણતા હશો. તો આવો જોઇએ. તમને જાણીને હેરાની થશે. તે દુનિયાભરમાં માત્ર 5 ટકા પુરૂષો જ કોન્ડોમનો ઉપયોગ કરે છે.
ખાસ કરીને ઘણા કોન્ડોમ લેટેક્સથી બનેલા હોય છે. પરંતુ કોઇને લેટેક્સથી એલર્જી હોય છે તો તેના માટે નોન-લેટેક્સ કોન્ડોમ પણ બજારમાં રહેલા છે. જે પોલીયુરીથેનના બનેલા હોય છે કેટલાક કોન્ડોમ પોલીઆઇસોપ્રીનના પણ બનેલા હોય છે. તે સિવાય લેંબ સ્કિનના બનેલા કોન્ડોમ પણ હોય છે. તેને ઘેટાના બાળકના આંતરડાથી બનાવવામાં આવે છે.
કેટલાક લોકો એવું માને છે કે યૌન સંબંધો દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી બમણી મજા મળે છે. તો એવું બિલકુલ પણ નથી. નેશનલ સેક્સ સ્ટડીના એક સર્વેના મુજબ, કપલ્સ દ્વારા સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવો કે ન કરવાથી તેમની પ્લેજર પર કોઇ ખાસ ફરક પડતો નથી.
થોડાક સમય પહેલા આવેલા આંકડા મુજબ, 40 ટકા કોન્ડોમ મહિલાઓ ખરીદે છે. જાણીને હેરાન રહી ગયા? પરંતપ આ સત્ય છે. દુનિયાનું સૌથી મોટું કોન્ડોમ TheyFit છે. આ 2400Mm લાંબા અને 69Mm પહોળું છે. જે સામાન્ય કોન્ડોમના મુકાબલામાં વધારે છે. લેટેક્સ કોન્ડોમથી પહેલા જાનવરોના બ્લેડરના બનેલા કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો હતો.
મિસ્ત્ર નિવાસી આ કોન્ડોમ સિવાય ફિશની સ્કિન, લિનન અને સિલ્કના બનેલા કોન્ડોમનો ઉપયોગ કરતા હતા. કોન્ડોમને જ્યારે બનાવવામાં આવે તો તે દરમિયાન તેમા ઇલેક્ટ્રિક શૉક છોડવામાં આવે છે. જેથી તે સુનિશ્ચિત કરી શકાય છે કે તે ક્યાંયથી ફાટેલું કે કોઇ છેદ તો નથી. કોન્ડોમને ઠંડા અને સૂકા સ્થાન પર રાખવામાં આવે તો તે ચાર વર્ષ સુધી આરામથી ઉપયોગ કરી શકાય છે અને તે પૂર્ણ રીતે સુરક્ષિત હશે.